મુસાફરોની સલામતી માટે દિલ્લી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા…
દિલ્લી એરપોર્ટ પર એક અફવાથી હંગામો મચી ગયો હતો અને સૌ કોઈ દોડતા થયી ગયા હતા. દિલ્લી થી પૂણે જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અને ફલાઈટને ઉડાવી દેવાની ધમકી મળી હતી . જેના કારણે ફ્લાઇટ લેન્ડ થતાની સાથેજ તેનું ચેકિંગ શરૂ કરાયું હતું. તમામ મુસાફરોને ફ્લાઇટમથી સલામતીના ભાગ રૂપે ઉતારી લેવામાં આવ્યા હતા.
જી એમ આર કોલ સેન્ટરમાં સવારે 8:53 વાગ્યે એક કોલ આવ્યો હતો જેમાં ફ્લાઈટમાં બોમ્બ હોવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ ફ્લાઇટની તપાસ શરૂ કરવામાં આવી હતી અને હજુ સુધી કોઈ સંકસપદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા નથી. ફલાઈટની સંપૂર્ણ રીતે તપાસ કરાઇ હતી જેમાં અંદર બહાર તમા રીતે સર્ચ કરાયું હતું.
સર્ચ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ ના મળી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને એ તપસ બંધ કરવામાં આવી છે . આમ આ બોમ્બ કોલ હોક્સ કોલ જાહેર કરાયો હતો. આ બટે કોલ એક ફેક કોલ હોવાનું જણાવી તેના વિરુદ્ધ એફ આઈ આર નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવમાં આવી હતી