અયોધ્યામાં  22મી જાન્યુાઅરીએ યોજાનારા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ   મળવા છતા   કોંગ્રેસના  રાષ્ટ્રીય  પ્રમુખ મલ્લીકાર્જૂન  ખડગે અને પૂર્વ પ્રમુખ સોનીયા ગાંધીએ  અવધમાં નહી જવાનો નિર્ણય   લીધો છે.  પક્ષના  નેતૃત્વનાં આ નિર્ણયની ધારાસભ્ય અને ગુજરતા વિધાનસભાના પૂર્વ નેતા  અર્જુનભાઈ મોઢવાડીયાએ ટીકા કરી  હતી. તેઓનાં આ તેવર  બાદ એવીઅટકળો વહેતી  થવા પામી છે કે અર્જુનભાઈ ‘હાથ’નો  સાથ  છોડી કમળનો ખેસ ધારણ કરી રહ્યા છે. ખદ કોંગ્રેસે આ વાતનો ખુલાશો કર્યો છે કે અર્જુનભાઈ  વિશે ચાલતી  અટકળો  માત્રનેમાત્ર અફવાથી  વિશેષ કશું નથી.

‘અવધ’નું આમંત્રણ ન  સ્વીકારવા બદલ કોંગ્રેસ હાઈકમાન્ડની અર્જુનભાઈ  કરેલી ટીકા બાદ મોઢવાઢિયા ભાજપમાં જઈ રહ્યાની વાતે વેગ પકડયો હતો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશી જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ   અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ચાલતા સમાચાર અફવા છે જાણી જોઈને કોંગ્રેસ પક્ષને તથા અર્જુનભાઇને નુકસાન થાય તે રીતે આવી અફવા ચલાવવામાં આવી રહી છે ત્યારે આવા તથ્યાહિન અને ઉપજાવી કાઢેલા સમાચારો અંગે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ખંડન કરે છે.  બનાસકાંઠા જીલ્લાના વડગામ ખાતે તથા   ઢાલની પોળ માં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્મુખ બિમલ શાહના નિવાસ્થાને શહેર કોંગ્રેસના પતંગોત્સ્વ કાર્યક્રમ માં અર્જુનભાઈએ હાજરી આપી હોવાનું જણાવીને આવી અફવાઓથી દુર રહેવાનું જણાવ્યું હતું

અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ પક્ષના સનિષ્ઠ અને વરિષ્ઠ આગેવાન છે. તેઓ સાથે પ્રદેશ પ્રમુખ  ને વાત થઈ છે .  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખ   અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ચાલતા સમાચાર અફવા છે જાણી જોઈને કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તે રીતે આવી અફવા અમુક તત્વો દ્વારા ચલાવવામાં આવી રહી છે ત્યારે આવા તથ્યાહિન અને ઉપજાવી કાઢેલા સમાચારો અંગે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ ખંડન કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.