દરિયાકાંઠાની સુરક્ષા વધારવા પગલા લેતુ મેરીટાઈમ બોર્ડ
તાજેતરમાં વિદેશી જહાજમાં છુપાવીને લઈ અવાતું ૧૫૦૦ કિલો હેરોઈન ઝડપાતા અને આતંકવાદી તત્ત્વો આરડીએકસ ઘુસાડે તેવી આશંકા બાદ નવા નિયમો લવાશે
ભાવનગર પાસે આવેલા અલંગના શીપ બ્રેકિંગ યાર્ડમાં આવતા વિદેશી જહાજોનો ઉપયોગ દાણચોરી સહિતની વિવિધ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ માટે થતો હોવાની ફરિયાદ મેરીટાઈમ બોર્ડે આ યાર્ડમાં આવતા વિદેશી જહાજોને મંજૂરી આપવા માટેના સ્ટાર્ન્ડડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી)માં સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રુપ્તચર એજન્સીઓ દ્વારા ગુજરાતના વિશાળ દરિયાકાંઠાનો દૂરઉપયોગ અટકાવવા કરેલી તાકીદ બાદ દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે બોર્ડેઆ નિર્ણય લીધો છે.
ભારતીય કોસ્ટગાર્ડ નાજવાનોએ ગત ૩૦ જુલાઈએ અલંગ તરફ જઈ રહેલા એક વિદેશી જહાજને અટકાવીને જેમાં ચેકિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન જહાજની ડીઝલ ટાંકી અને પાઈપો માંથી છુપાયેલું ૧,૫૦૦ કિલો હેરોઈન પકડાયું હતું. રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી એનઆઈએ દ્વારા પણ તાજેતરમાં મુંબઈના બે શખ્સો ફૈઝલ હુસેન મિર્ઝા અને અલ્લારખા મન્સુરીને પકડયા હતાં. આ બન્ને શખ્સોએ અલંગમાં શીપ બ્રેકિંગ માટે આવતા વિદેશી જહાજોમાં આરડીએકસ ઘુસાડવાનું ષડયંત્ર બનાવ્યું હતું.
આ અંગે એનઆઈએ એવો દાવોકર્યો હતો કે, આ આરડીએકસ દેશમાં ઘુસાડીને તેના દ્વારા પાકિસ્તાનપ્રેરીત આતંકવાદીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં બોમ્બ વિસ્ફોટ કરાવવાની યોજના બનાવી હતી. જે બાદ વિવિધ ગુપ્તચર એજન્સીઓ દ્વારા દરિયાઈકાંઠાની સુરક્ષા વધારવા તાકીદ કરવામાં આવી હતી.
આ તાકીદ બાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડ હરકતમાં આવ્યું હતું. બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ મુકેશ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, હાલના નિયમો મુજબ ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડઅને કસ્ટમનું કલીયરન્સ બાદ વિદેશી જહાજોને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં પ્રવેશવાની મંજૂરીઆપવામાં આવે છે. પ્રદુષણ અને કસ્ટમ વિભાગના કલીયરન્સ મળ્યા બાદ ‘મેરીટાઈમ બોર્ડની ભૂમિકાઆવે છે અને યાર્ડના માત્ર પાંચ નોટીસલ માઈલ દરિયા વિસ્તારમાં જ અમારે કામગીરી કરવાનીહોય છે.
અમોને વિદેશી જહાજો એસઓપી આપવાના નિર્ણયોમાં સુધારા કરવા ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપવામાં આવી છે તેમ જણાવીને શર્માએ ઉમેર્યું હતું કે, અમે ટૂંક સમયમાં અલગ શીપ બ્રેકીંગ યાર્ડમાં આવતા જહાજ માલિકોએ અગાઉની આપેલી માહિતીના આધારે ઓછામાં ઓછા દિવસોમાં મંજૂરી મળે તેવા પ્રયત્નો કરી રહ્યાં છે. સુરક્ષા અને ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારીઓએઆ અંગે જણાવ્યું હતું કે, હવે વિદેશી જહાજોને પોલીસ કલીયરન્સ લેવું ફરજીયાત બનાવવામાં આવશે.
જુલાઈ ૨૦૧૭માં પકડાયેલા હેરોઈનની તપાસમાં દેશની અન્ય સુરક્ષા દેવો અને ગુપ્તચર એજન્સીઓ સાથેની તપાસમાં ગુજરાત પોલીસ તંત્રએ પણ ઝુકાવ્યું હતું. તાજેતરમાં એનઆઈએ દ્વારા નોંધાયેલા કેસની તપાસ દરમ્યાન આરોપીઓ એએજન્સી સમક્ષ કબુલાત આપી હતી કે, તેઓ વિદેશી જહાજમાં આરડી એકસ છુપાવીને લાવવાની પેરવી કરી રહ્યા હતા. જેની હવે અલંગમાં આવતા દરેક વિદેશી જહાજો પોલીસ તંત્ર દ્વારા પણ તપાસ થાય તે દેશની સુરક્ષા માટે જરૂરી બન્યું છે. જેમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.