રેસકોર્સના મેદાનમાં આગામી 22થી શરૂ થનારા ભાતીગળ મલ્હાર લોકમેળામાં યાંત્રિક રાઇડસના નીતિ નિયમોના મુદ્દે સંચાલકો અને સરકાર વચ્ચે માથાકૂટો ચાલ્યા બાદ અંતે નિયમો હળવા કરાયા છે અને તેના પગલે જ હરાજી થઇ છે. હવે યાંત્રિક રાઇડસના સંચાલકોએ ઉત્પાદકનું બિલ અને ડ્રાઇવરનું પ્રમાણપત્ર આપવું નહી પડે તેમજ સંચાલકે એક સોગંદનામું કરશે જેને વેલિડ ગણવામાં આવશે.
લોકમેળાના આડે હવે માત્ર પાંચ દિવસ બાકી છે છતાં યાંત્રિક રાઇડસની હરાજી અને તે મુકવાની કામગીરી મોડી શરૂ થતા હજુ સુધી એકપણ યાંત્રિક રાઇડસના ફિટનેસ સર્ટિફિકેટની અરજી તંત્રને મળી નથી. યાંત્રિક રાઇડસની ફિટનેસ ચકાસવા માટે 10 એન્જિનિયરોની કમિટી ઉપરાંત અન્ય છ એન્જિનિયરોને તૈયાર રાખવામાં આવ્યા છે.