- કોંગ્રેસની ન્યાય યાત્રાના રાજકોટમાં આગમન વેળાએ યોજાઈ સંવેદના સભા: ટીઆરપી ગેમ ઝોન સહિતના વિસ્તારોમાં ફર્યા કોંગી અગ્રણીઓ
કોંગ્રેસ દ્વારા ગત સપ્તાહે મોરબી ખાતેથી ન્યાય યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે.ગઈકાલે આ ન્યાય યાત્રાનું રાજકોટખાતે આગમન થયું હતુ. શહેરના ત્રિકોણ બાગ ખાતે સંવેદના સભા યોજવામા આવી હતી. જેમાં રાજયની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આજે કોંગ્રેસના અગ્રણીઓ ટીઆરપી ગેમ ઝોન સહિતના વિસ્તારોમાં યાત્રા કરી હતી.
મોરબી ઝૂલતા પૂલ દુઘર્ટના, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, વડોદરા હરણી તળાવ દુર્ઘટના, સુરત તક્ષશીલા અગ્નીકાંડ સહિતની અનેક દુર્ઘટનામાં રાજય સરકારની બેદરકારીના કારણે અનેક નિદોર્ષ લોકોના જીવ ગયા છે. દરમિયાન ગત સપ્તાહથી કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રાનો આરંભ કરવામાં આવ્યોહતો. ગઈકાલે આ યાત્રા રાજકોટ ખાતે પહોચી હતી. ત્રિકોણબાગ ખાતે સંવેદના યાત્રા યોજાઈ હતી.
આ તકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ખૂદ તકલીફ ઉઠાવી લોકોની વચ્ચે જાય તે વ્યકિત જ લોકશાહીમાં સાચા સેવક ગણાય જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ અને પાલ આંબલીયાએ ન્યાય યાત્રા માટે મંજૂરી માંગી તે આસાન નહતુ ગરીબ વ્યકિતને તકલીફ પડે તો લોકોની વચ્ચે જઈ સત્તાની ખૂરશીએ બેઠેલાઓની આંખમાં આંસુ આવવા જોઈએ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વિરોધમાં રાજકોટ જડબે સલાક બંધ રહ્યું હતુ.
ભાજપના નેતાઓ પીડિતોને મળતા ન હતા હવે વારંવાર મળવા મજબૂર બન્યા છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, રાજયની ભાજપ સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. અને તેમાંથી તે બહાર પણ નીકળી શકે તેમ નથી.
કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. અને રાજયભરમાં વિવિધ દુર્ઘટનામા મોતને ભેટેલા લોકોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ ગોહિલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજીભાઈ , પાલ આંબલીયા સહિતના નેતાઓએ ટીઆરપી ગેમઝોન સહિતના વિસ્તારની મુલાકાત લીધી હતી.
કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ ખાતે આવી પહોંચતા વોર્ડ નં.3માં કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાના માર્ગદર્શન મુજબ વોર્ડના ગૌરવભાઈ પુજારા, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, દીલપભાઈ આશવાણીની આગેવાનીમાં કેસરી પુલથી બાબાસાહેબ આંબેડકર ચોક સુધી યાત્રાનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. જેમા વોર્ડના અલગ અલગ ધૂન મંડળ ની બહેનોએ ધૂન સાથે તેમજ ફૂલોનો વરસાદ કરી યાત્રી ઓ નું હર્ષ ભેર સ્વાગત કરવામાં આવેલ પદ યાત્રી ઓ માટે મોચીબઝાર ચોક મા ઠંડા સરબતની વ્યવસ્થા રાખવામા આવેલ જેમાં વોર્ડ નંબર ત્રણના સામાજીક રાજકીય વેપારી અગ્રણીઓ વિગેરે સાથે કોંગ્રેસ ના સ્થાનિક આગેવાનો કાર્યકર ભાઈઓ- બહેનો બહોળી સંખ્યામાં જોડાયેલ હતા આ સંપૂર્ણ કાર્યક્રમ સફળ બનાવવા વોર્ડ નંબર ત્રણ ના હાથ જોડો હાથ જોડોના પ્રમુખ સોનલબા જાડેજા ઉપપ્રમુખ જયશ્રીબા ઝાલા, કોંગ્રેસ અગ્રણી વિજયાબા જાડેજા, જગુભા જાડેજા, ભુપતસિંહ ઝાલા, હિતેશભાઈ બગડાઈ, નિલેશભાઈ પરચાણી, જીતુભાઈ ચંદનાની, સદામભાઈ કરણ મકવાણા ઈનુસભાઈ યાસ્મીનબેન, મિલીન્દં પરમાર, શિલ્પાબેન સહિતનાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.