1 જુલાઇથી રેલવેમાં તત્કાળ ટિકિટથી જોડાયેલા નિયમોમાં બદલાશે, નવા નિયમ મુજબ તત્કાળ ટિકિટ કેન્સલ કરવા પર તમને મળશે 50 ટકા રિફંડ. આ પહેલા તત્કાળ ટિકિટ કેન્સલ કરવા પર એક રૂપિયો પણ પાછો નહતો મળતો તે પછી ઓનલાઇન હોય કે કાઉન્ટર પર જઇને. તો 50 ટકા રિફંડ મળવાના કારણે ગ્રાહકોને ફાયદો ચોક્કસથી મળશે.
એસી કોચ માટે તત્કાળ ટિકિટ બુક કરવાનો સમય પણ બદલાઇ ગયો છે. એસી કોચ માટે જો તમે તત્કાળ ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમારે સવારે 10 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે જ ટિકિટ બુક કરાવવું પડશે. સાથે જ બીજી તરફ સ્લીપર કોચ માટે તત્કાળ ટિકિટ બુક કરાવાનો સમય પહેલાની જેમ જ સવારે 11 થી બપોરે 12 વાગ્યાનો છે.
રેલવેએ પ્રવાસીઓની સુવિધા માટે વધુ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઇથી હવે તમને વેટિંગ લિસ્ટની ટિકિટ નહીં મળે. રેલવેએ નિર્ણય લીધો છે કે હવે ખાલી કંફર્મ ટિકિટ કે પછી આરએસી ટિકિટ જ આપવામાં આવશે. વેટિંગ લિસ્ટની ટિકિટથી હવે બધાને મુક્તિ મળશે.
અત્યાર સુધી રેલવે ટિકિટ ખાલી અંગ્રેજી ભાષામાં જ જાહેર કરવામાં આવતી હતી. 1 જુલાઇથી એક નવી વ્યવસ્થા મુજબ ખાલી અંગ્રેજી જ નહીં અને ભાષાઓમાં પણ ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે તમારે પહેલા ભાષાનું પસંદગી કરવાની રહેશે. તો જે લોકો અંગ્રેજી નથી જાણતા અને પોતાની માતૃભાષામાં ટિકિટ લેવા ઇચ્છે છે તેમના માટે આ એક સારા સમાચાર છે.
સાથે જ રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં પણ હવે કોચ વધારવામાં આવશે. જેથી લોકોને આ ટ્રેનની ટિકિટ મેળવવા માટે જે મુશ્કેલી થઇ રહી છે તે ઓછી થાય. સાથે જ રેલ્વે પણ આ બે પ્રિમિયમ ટ્રેનોમાં પેપરલેસ વર્ક કલ્ચર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.