ઘરે બનાવો આ લઝીઝ “રાજ કચોરી”


સામગ્રીઃ

મેંદોઃ 1 કપ
અજમોઃ 1 ટી સ્પૂન
ઓગાળેલું ઘીઃ 2 ટી સ્પૂન
બાફેલું બટાકું: 1
ફેંટેલું દહીં: 1/2 કપ
આમલીની મીઠી ચટણીઃ 1/4 કપ
લીલી ચટણીઃ 1/4 કપ
મીઠું: સ્વાદ અનુસાર
દળેલું લાલ મરચું
જીરાનો પાવડર
તેલ (તળવા માટે)

રીત : 

સૌ પ્રથમ તમે મેંદો લો. તેમાં મીઠું , અજમો અને ઘી નાંખીને તેને પાણીની મદદથી કઠણ લોટ બાંધી દો. હવે તેનાં ગુલ્લા બનાવીને તેને વણી નાખો અને ગરમ તેલમાં તેને તળી નાખો. ત્યાર બાદ બટાકા છોલીને તેને મેશ કરો.

હવે એક પ્લેટ લો. તેમાં તળેલી રાજ કચોરી મૂકો. હવે તેને વચ્ચેથી તોડી નાખો. ત્યાર બાદ તેની અંદર દહીં, બટાકા, ચટણી, મીઠું-મરચું અને જીરૂ નાખો. અને હવે તમારી સામે તૈયાર છે આ લઝીઝ “રાજ કચોરી”. આ કાચોરીને કઈક અલગ ટેસ્ટ આપવા માટે તેમાં ઉપર થી થોડા દાડમ અને દ્રાક્ષ જેવા ફ્રુટ નાખો. આ કચોરી તમારા સવારના નાસ્તાને કઈક અલગ જ ટેસ્ટ આપશે.

Dahi Raj Kachori 1

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.