ઓખા મંડળમાં ૩૦ હજાર સાથે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દોઢ લાખ બાળકોને આરોગ્ય ટીમ દ્વારા રૂબેલા રસીકરણ કરાયા બાદ આજરોજ રૂબેલા રસીકરણ અભિયાન-૨નો પ્રારંભ ઓખા બેટ ટાપુ પર મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી એસ.પી.સિંઘ તથા ડો.વિનયકુમારના માર્ગદર્શન હેઠળ ઓખાથી બેટ જવા ૧૦૮ બોટમાં રવાના થઈ હતી.
ડો.બી.સી.જેઠવા, ડો.મનીષ કામેઠી, ડો.અંકિતા ગૌસ્વામી, ડો.હર્ષો સાહુ તથા આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા રૂબેલા રસીકરણનો બીજો રાઉન્ડ અંતર્ગત વાલીઓમાં જાગૃતતા લાવવા વાલી મીટીંગો, રસીકરણ કેમ્પનોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બેટ મદ્રેશા, પ્રા.શાળા બાલાપર, બંશી પ્રા.શાળામાં વાલીઓની મીટીંગ કરી વાલીઓમાં જાગૃતતા લાવવા અને અફવાથી દુર રહેવા પોતાના બાળકોને આ રસીકરણથી મહામારી રોગથી સુરક્ષિત કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં બેટ ભડેલા મુસ્લિમ સમાજના પ્રમુખ કાદર અબુ મલેક, નગરપાલિકા સદસ્ય ફકીર મામદ થૈમ તથા ઓખા શહેર યુવા મોરચાના પ્રમુખ વિશાલ પીઠીયા ખાસ હાજર રહ્યા હતા.