૧૨ ફુટ લાંબા અને ૬૪ હજાર રૂદ્રાક્ષમાંથી તૈયાર કરાયેલા શિવલિંગનાં દર્શનાર્થે ભાવિકો ઉમટયા
દાદરાનગર હવેલીના સાયલીમાં સાઈ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન રૂદ્રાક્ષના શિવલીંગના દર્શન ભાવિક ભકતો માટે ખૂલ્લા મૂકાયા છે. જેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે. આ રૂદ્રાક્ષના શિવીંગના દર્શન ભાવિક ભકતો માટે ખૂલ્લા મૂકાયા છે.જેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે આ રૂદ્રાક્ષનું શિવલીંગ લગભગ ૧૨ ફૂટ ઊંચુ છે. અને તેમાં ૬૪ હજાર રૂદ્રાક્ષ લગાવાયા છે. શ્રાવણ માસ દરમિયાન રૂદ્રાક્ષના શિવલીંગની પૂજા કરાય તો ભાવિક ભકતોને ભગવાન શિવના આર્શિવાદ મળે છે. ભાવિક ભકતો આ રૂદ્રાક્ષના શિવલીંગ પર અભિષેક કરી પૂજા પણ કરી શકે છે. આ શિવલીંગના દર્શન માટે સાંઈ પરિવાર દ્વારા ભકતોને શ્રાવણ માસ દરમિયાન નવશકિત મહિલા સંગઠનના સંપાદિકા કલાબેન ડેલકરના હાથે શિવલીંગની પૂજા પાઠ કરી હવન કરાયો આ તકે સાઈ મંદિરના ટ્રસ્ટી મધુભાઈ પટેલ સાયલી પંચાયત સરપંચ ગીતાબેન પટેલ તથા મહિલા મંડળ ખાસ ઉપસ્થિત રહ્યા.