વિજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ
અબતક, લિતેશ ચંદારાણા, વાંકાનેર
વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગત રાત્રે આઠેક વાગ્યાથી ગાજવીજ શરૂ થયેલ જે થોડીવાર બાદ પોણા દશેક વાગ્યે ભારે ગાજવીજ સાથે પવન અને વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા એકાદ કલાક ધોધમાર બાદ ધીમીધારે વરસાદ ચાલુ રહેલ અંદાજે એક કલાકમાં જ દોઢેક ઇંચ વરસાદ પડી ગયો હોવાનો અંદાજ જોવા મળી રહ્યો છે.
મેઘરાજાની આ તોફાની બેટીંગ શરૂ થાય તે પહેલા જ વીજ પુરવઠો ગાયબ થઇ ગયો હતો, જે મોડી રાત સુધી પુન સ્થાપીત થયો ન હતો. અમુક વિસ્તારોમાં તો સવારે છ વાગ્યા પછી વિજ પુરવઠો શરૂ કરવામાં આવેલ.
ત્રાહીમામ પોકારેલ લોકો ઘરમાં લાઇટ નહી બહાર નીકળે તો વિજળીના કડાકા-ભડાકાનો ડર લાગે અંતે ના છૂટકે પી.જી.વી.સી.એલ.ના પાપે ધરાર જાગરણ કરવાનો વારો પ્રજાજને આવ્યો હતો.