‘અબતક’ ગ્રુપની મીડિયા પાર્ટનરશીપના સથવારે રૂદ્ર કન્સલ્ટન્સી નું જાજરમાન આયોજન અનલીમીટેડ સ્વાદિષ્ટ ભોજન, સુંદર લાઈટીંગવાળુ ડિસ્કો ગ્રાઉન્ડ, હાઈપ્રો ટેકનોલોજી ધરાવતી સાઉન્ડ સીસ્ટમ તેમજ સઘન સુરક્ષા સાથેની સિકયોરીટી વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
થર્ટી ફર્સ્ટના જલ્સાની શાન વધારનાર આરજે આકાશ, એશા કંસારા, આરજે વિરલ, ધ્યાની જાની, જય વાઘવાણી, દિવ્યેશ દુધાત્રા, મનાલી દુધાત્રા અને બાપ રે બાપ મુવીની સ્ટાર કાસ્ટ સહિતના સેલીબ્રીટી તેમજ ઓર્ગેનાઈઝર ટીમ ‘અબતક’ની મુલાકાતે
અબતક ગ્રુપની મીડિયા પાર્ટનરશીપના સથવારે રૂદ્ર કન્સલટન્સી દ્વારા રાજકોટીયનો માટે આજે જામનગર રોડ પર આવેલા હેરીટેજ પેલેસ ખાતે બાય બાય ૨૦૧૮, વેલકમ ૨૦૧૯ થર્ટી ફર્સ્ટની પાર્ટીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ જલ્સાની શાન સમાન એવા આરજે આકાશ, એશા કંસારા, આરજે વિરલ, ધ્યાની જાની, જય વાઘવાણી, દિવ્યેશ દુધાત્રા, મનાલી દુધાત્રા અને બાપ રે બાપ મુવીની સ્ટાર કાસ્ટ સહિતના સેલીબ્રીટી તેમજ ઓર્ગેનાઈઝર ટીમ અબતક ની મુલાકાતે આવી હતી.
રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા હેરીટેજ પેલેસ ખાતે આજે સાંજે ૮ કલાકથી થર્ટી ફર્સ્ટના શાનદાર જલ્સાનું અદકેરુ આયોજન કરવામાં આવ્યું છે. નઅબતકથ ગ્રુપની મીડિયા પાર્ટનરશીપના સથવારે રૂદ્ર કન્સલટન્સીએ રંગીલા રાજકોટીયનો માટે થર્ટી ફસ્ટનું જે જાજરમાન આયોજન કર્યું છે .
તેમાં યુવા ધન હિલોળે ચડવાનું છે. રાત્રે જાણે સુરજ ઉગયો હોય તેવો માહોલ સર્જાવાનો છે. આ આયોજનમાં ૭ સેલીબ્રીટીઓ ઉપરાંત બાપ રે બાપ ગુજરાતી મુવીની સ્ટાર કાસ્ટ હાજર રહેવાની છે. આ જલ્સામાં બે ડીજે કલાકારો લોકોને મન મુકીને થનગનાવશે. અનલીમીટેડ સ્વાદિષ્ટ ભોજન, લાઈટીંગવાળુ ડિસ્કો ગ્રાઉન્ડ, હાઈપ્રો ટેકનોલોજીવાળી સાઉન્ડ સીસ્ટમ, તેમજ પરિવાર સાથે મજા માણી શકાય તે માટે સઘન સિકયોરીટી ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ આયોજનમાં ગુજરાતી ફિલ્મના સુપ્રસિધ્ધ કલાકાર મિત્ર ગઢવી, એશા કંસારા તેમજ રેડીયો જોકીમાં આરજે આકાશ, આરજે વીરલ તેમજ યુ-ટયુબની સૌથી નાની અને ફેવરીટ બનેલી ધ્યાની જાની, મિસ્ટર ગુજરાતનો ખિતાબ જીતેલા જય વાઘવાણી, ઈન્સ્ટાગ્રામ ફેવરીટ કપલ દિવ્યેશ દૂધાત્રા, મનાલી દૂધાત્રા, ડીજે વૈશાલ, ડીજે આભીષ સહિતના સેલીબ્રીટી ઉપસ્થિત રહેશે. ઉપરાંત બાપ રે બાપ મુવીની સ્ટાર કાસ્ટ તેજ જોષી, ભાર્ગવ ઠાકર, ડિરેકટર સાગર કાલરીયા, પ્રોડયુશર ચિંતન બાણગરીયા પણ ઉપસ્થિત રહેશે.
થર્ટી ફસ્ટની પાર્ટીમાં રોનક સમી આ સેલીબ્રીટી અબતકને આંગણે પધારી હતી. સાથે ઓર્ગેનાઈઝર ટીમના ચિંતન જોશી, અંકિત રાવલ, કિશન જોશી, રૂચા રાવલ અને મનસ્વી જોષી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ થર્ટી ફસ્ટના આ જાજરમાન આયોજન વિશે વિસ્તૃત વાત કરી હતી.