રાસ રમઝટનાં આયોજનને લઈ કમિટી મેમ્બરોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી
આ વખતે વધુ વરસાદને કારણે જાણે નોરતાની ઉજવણીમાં ઓછપ આવી હોય તેમ બાય બાય નવરાત્રિ ૨૦૧૯નાં અનેક આયોજન રાજકોટમાં થવા જઈ રહ્યા છે ત્યારે રૂદ્ર ક્ધસલ્ટન્સી તેમજ તેની ટીમ સારસ્વત બ્રાહ્મણ મહસ્થાન સૌરાષ્ટ્ર-કચ્છનાં આંગણે રાસ રમઝટ-૨૦૧૯ લઈને આવી રહી છે. આ આયોજન આવતીકાલે સાંજે ૬:૩૦ કલાકથી ગોલ્ડન પાર્ટી પ્લોટ, અયોઘ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે કરાયું છે. આ આયોજનમાં રૂદ્ર કાલસલ્ટન્સીનાં ફાઉન્ડર તેમજ ઓનર ચિંતનભાઈ કે.જોશી તેમજ જ્ઞાતિનાં શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટય કરી માં જગદંબાની આરતી કરવામાં આવશે. આ તકે આયોજકોએ અબતકની મુલાકાત લીધી હતી.
રાસ રમઝટ-૨૦૧૯ ઈવેન્ટને સફળતા તરફ લઈ જનાર, સારસ્વત બ્રાહ્મણ મહસ્થાન સૌરાષ્ટ્ર-કચ્છ કમિટીનાં પ્રતિકભાઈ બલભદ્ર, વિમલભાઈ જોશી, પ્રકાશભાઈ જોશી, તુષારભાઈ જોશી, વૈભવભાઈ ધરદેવ, સાંદીપભાઈ કનૈયા તેમજ કેતનભાઈ જોશી, સારસ્વત બ્રાહ્મણ મહસ્થાન સૌરાષ્ટ્ર-કચ્છ મહિલા કમિટીનાં આયોજક સભ્યો હિરલબેન બલભદ્ર, કિંજલબેન જોશી, પ્રિયાંકાબેન જોશી, કેતાબેન જોશી, ડોલીલીબેન ચંદા તેમજ જાનવીબેન રન્તેશ્ર્વર સારસ્વત બ્રાહ્મણ મહસ્થાન રાજકોટ સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.