પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ

આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ રાજકોટ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થનાર છે,  આ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારની આગેવાનીમાં જિલ્લા વહીવટીતંત્ર તથા સંબંધિત વિભાગો દ્વારા પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે. રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપી રહેલ સ્માર્ટ સીટી રાજકોટમાં સતત વિકાસના કાર્યો થઇ રહ્યા છે. શહેરીજનો માટેની અનેક માળખાગત સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ-રૂડા દ્વારા તેના કાર્યક્ષેત્રના હેઠળના તાલુકાના ૫૪ જેટલા ગામડાઓમાં માળખાગત સુવિધાઓ જેવી કે, માર્ગ, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. દરેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવા રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી નાગરીકોની સુખાકારીની જવાબદારી સુપેરે નિભાવી રહી છે.

MOHINI ADD PATTO

રાજકોટમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થવાના છે. જેથી નવા માર્ગોને લીધે લોકોને પરિવહનમાં સરળતા તેમજ સુગમતા મળશે અને સમયની પણ બચત થશે. જેમાં કુલ ૩૧૧૫.૯૧ લાખના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૧૧૬૨ લાખના જુદા-જુદા વિકાસકાર્યોનાં લોકાર્પણનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આણંદપર ગામે રૂા.૩૩૮.૮૬ લાખના ખર્ચે, મોટા મવા ગામે રૂા. ૫૫૮.૨૨ લાખના ખર્ચે, કાંગશીયાળી ગામે રૂા.૧૩૮.૯૪ લાખના ખર્ચે અને ઘંટેશ્વર- મોટા મવા ગામે રૂા.૧૨૬.૦૩ લાખના ખર્ચે બનેલા રોડનું ૨૫મી જાન્યુઆરીના દિવસે લોકાર્પણ કરવામાં આવશે.  તેમ રાજકોટ શહેરી વિકાસ મંડળના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ જણાવ્યુ હતું.

બાઘી, બેડી, ખંઢેરી, માધાપર, પરાપીપળીયા, તરઘડી, ન્યારા, વાજડી, દેવગામ અને વિજયનગર જેવા ૧૦ ગામોના માર્ગોનું લોકાર્પણ વિવિધ વિભાગોના મંત્રીઓના હસ્તે કરવામાં આવશે. ખોખડદડ ગામે રૂા. ૫૨૬.૬૫ લાખના ખર્ચે, વડાલી ગામે રૂા. ૬૧૯.૦૪ લાખના ખર્ચે અને કાળીપાટ ગામે રૂા. ૬૪૦.૬૭  લાખના ખર્ચે બ્રીજની કામગીરી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૨૫મી જાન્યુઆરીના રોજ આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય માધાપર  મોટા મવા ગામે ૮૮૩.૫૦ લાખના ખર્ચે, હરિપર ગામે ૧૪૧.૨૬ લાખના ખર્ચે અને ઘંટેશ્વર ગામ ખાતે ૩૦૪.૭૯ લાખના ખર્ચે સી.સી. રોડ બનશે. આ તમામ રોડના વર્કઓર્ડરની કામગીરી પ્રગતિ હેઠળ છે.આઉપરાંત ગૌરીદળ, રતનપર, ઠેબચડા, લાપાસરી, રાજગઢ, કાળીપાટ, પાળ, માલીયાસણ, નાકરાવાડી, ઢોલરા, હડમતિયા(બેડી), નારણકા જેવાં ૧૨ ગામોમાં માર્ગોના ખાતમુહૂર્ત રાજકોટમાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ વિભાગોના મંત્રીશ્રીઓના હસ્તે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.