‘રૂડા’ વિસ્તારમાં નિર્માણાધિન આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા કરતા ચેરમેન અમિત અરોરા
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા “રૂડા” વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ નિર્માણાધીન ઈ ડબલ્યુ એસ તથા એલ આઈ જી આવાસ યોજનાની કાર્ય પ્રગતિની સમીક્ષા માટે “રૂડા”નાં ચેરમેન અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી હતી. સાથોસાથ, નેશનલ ગેમ્સ-2022ની હોકી ઈવેન્ટ્સ રાજકોટમાં યોજાનાર છે તે અનુસંધાને તેમણે રેસકોર્સ સ્થિત હોકી મેદાનની પણ મુલાકાત લીધી હતી.
રૂડા”ના ચેરમેન અમિત અરોરાએ તથા સંબંધિત અધિકારીઓને સાથે રાખી ટી.પી. સ્કીમ નં.17, ફા.પ્લોટ-79ની ઈડબ્લ્યુએસ-2 આવાસ યોજનાના 784 યુનીટ, ટીપી સ્કીમ નં-17,ફા, પ્લોટ-95 માં ઈ ડબલ્યુએસ-3 આવાસ યોજનાના 320 યુનીટ તથા ટી.પી. સ્કીમ નં.-10, ફા.પ્લોટ-32/એ ખાતે મુખ્યમંત્રી ગૃહ યોજનાના એલઆઈજીપ્રકારના 728 યુનીટની સાઈટની મુલાકાત લીધી હતી. આ વિવિધ આવાસ યોજનાની કામગીરીમાં કુલ 1832 જેટલા આવાસોની કામગીરી પૂર્ણત્તાનાં તબક્કે છે. સદરહુ આવાસોની લગત લાભાર્થીઓને ટુંક સમયમાં લોકાર્પણ કરવાનુ આયોજન છે. તે મુજબ ચેરમેન દ્વારા આ મુલાકાત દરમ્યાન લગત અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી આ કામગીરી ત્વરિત પુરી કરવા સુચના આપવામાં આવી હતી.