અબતક, રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના અધ્યક્ષ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સૂચિત ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં.૭૭(વાજડી ગઢ)ના વિસ્તારની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. રૂડાની બોર્ડ બેઠકમાં જરૂરી મંજૂરી મેળવી સૂચિત ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં.૭૭(વાજડી ગઢ)નો ઇરાદો જાહેર કરેલ છે. આ ટી.પી.સ્કીમ વિસ્તાર નિર્માણ પામનારા રાજકોટ સ્માર્ટ સિટી વિસ્તારને લાગુમાં છે અને સરકાર દ્વારા અમૃત મિશન હેઠળ આવરી લીધેલ છે.
અધ્યક્ષ અમિત અરોરા દ્વારા સંબંધિત ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓને સ્થળ મુલાકાત દરમિયાન સૂચિત ટી.પી.સ્કીમ બનાવવા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા. જે મુજબ સદર હું વિસ્તાર રાજકોટ સ્માર્ટ સિટીને લાગુમાં હોય તેને અનુરૂપ રોડ, તથા અન્ય માળખાકીય સુવિધાઓનું સંકલિત આયોજન હાથ ધરવા, કુદરતી સંપદાઓ અને વોટર બોડી મહત્તમ રીતે જળવાય રહે, હયાત બાંધકામોનો એફપી જ સમાવેશ કરવો, ટી.પી. સ્કીમના લાગુ રસ્તા અને ટી.પી. રોડના સંકલન માટે આયોજન કરવામાં આવશે તેમજ સૂચિત સ્કીમથી જાહેર જનતાને મહત્તમ ફાયદો થાય અને વિકાસના કાર્યો વેગવંતા થાય તે મુજબ સમયબધ્ધ આયોજન પૂર્ણ કરવા સંબધિતોને સૂચનાઓ આપવામાં આવી હતી.
રૂડાના ચેરમેન સાથે આ મુલાકાતમાં રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા, સીનીયર ટાઉન પ્લાનર ગાવિત, જુનિયર ટાઉન પ્લાનર અર્થ પટેલ તથા નિર્ઝર પટેલ તેમજ કમિશ્નરના પી.એ. એન.કે. રામાનુજ તથા ડેપ્યુટી એન્જિનિયર પરસાણા જોડાયેલ હતાં.