રૂડા કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બહાર પાડવામાં આવેલ વિવિધ કેટેગરીના આવાસ યોજનાના ફોર્મ તારીખ ૨૭/૦૨/૨૦૨૦ થી ૩૧/૦૩/૨૦૨૦ દરમિયાન ઓનલાઈન તથા ઓફલાઈન બેંક મારફત ભરવા અંગેની કામગીરી કાર્યરત હતી. પરતું નોવેલ કોરોના મહામારીને પગલે તારીખ ૨૩/૦૩/૨૦૨૦ થી તમામ ગતિવિધિ સ્થગિત થઇ ગયેલ હોઈ રૂડા કચેરી દ્વારા બહાર પડેલ આવાસ યોજનાના ફોર્મ ભરવા અંગેની કામગીરી સ્થગિત કરવાની ફરજ પડેલ હતી. લોક હિત અને લોક માંગણીને ધ્યાને લઇ તારીખ ૨૩/૦૩ પહેલા જે લોકો ફોર્મ લઇ ગયેલ છે પરતું બેંકમાં જમા કરી શકેલ નથી તથા લોકડાઉનને પગલે નિયત તારીખ સુધીમાં ફોર્મ મેળવી શકેલ નથી તેવા અરજદાર હાલ રૂડા કચેરીની વેબ સાઈટ www.rajkotuda.com A\hp www.rajkotuda.co.in મારફત ઘર બેઠા જરૂરી માહિતી સાથેનું ફોર્મ ઓનલાઈન ભરી શકાશે તથા જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી શકાશે. આ અંગે અરજદાર દ્વારા રૂડા કચેરી કે બેંક પર જવાનું રહેશે નહિ. ઓનલાઈન અરજી માટે ડીપોઝીટની રકમ ઓનલાઈન પધ્ધતિથી ડેબીટ કાર્ડ/ક્રેડીટ કાર્ડ/ઓનલાઈન બેન્કિંગ/UPI દ્વારા ભરી શકાશે જે અંગે ચાર્જ/પ્રોસેસ ફી લાગશે નહિ તથા ફોર્મ ફી રકમ રૂ. ૧૦૦ ભરવાની રહેશે નહિ. અરજદાર દ્વારા ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અરજદાર દ્વારા ફોર્મ ભર્યા અંગેની રસીદ ખાસ ડાઉનલોડ કરી લેવાની રહેશે તથા સાચવીને રાખવાની રહેશે, તેમ રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. ઓફલાઈન બેંક મારફત ફોર્મ ભરવા અંગેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની લાગતા વળગતાએ નોંધ લેવી.
Trending
- ક્રિકેટના ચાહકો માટે ગુડ ન્યુઝ! IPL 2025 શેડ્યુલ જાહેર
- સુરત: ડાયમંડ ફેક્ટરીના એકાઉન્ટન્ટનું ચાઇનીસ દોરીના કારણે ગળું કપાઈ જતા નીપજ્યું મોત
- સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખોનું આવતા સપ્તાહે એલાન?
- શું અદાણી ગ્રુપના શેર વધુ ઘટશે? ઈન્ટરનેશનલ એજન્સીએ આપ્યો ખરાબ રિપોર્ટ, આ શેરોને ભારે નુકસાનનો ડર
- જનકલ્યાણ અને લોકસેવાએ સરકારનો ધ્યેય મંત્ર છે: મુખ્યમંત્રી
- ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવની ખરીદી શરૂ
- Jamnagar : ખાતરની અછતના પગલે નાયબ ખેતી નિયામકે આપ્યું માર્ગદર્શન
- વાંકાનેર : બસોની સફાઈ માટે ઓટોમેટિક એ.ટી.એસ. મશીનનો પ્રારંભ