રીંગ રોડ-૨ ફેઝ-૪ અંતર્ગત
રાજકોટ શહેર પર વધતા જતા ટ્રાફિક ભારણમાં ક્રમશ: ઘટાડો ક્રરી પરિવહન માટે શકય તેટલી સાનુકુળ પરિસ્થિતિ ઉભી કરવા રાજકોટ મહાનગરપાલિકાની માફક જ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પણ રિંગ રોડ-૨ નો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ આગળ ધપાવવામાં આવી રહયો છે. “રૂડા” દ્વારા રાજકોટ શહેરની ફરતે આવેલ રીંગ રોડ-૨ ની ફેઝવાઇઝ કામગીરી હાથ ધરવામાં આવેલી છે. જેમાં રીંગરોડ-૨ ના ફેઝ-૪ ભાવનગર રોડ(કાળીપટ વિલેઝ) થી અમદાવાદ રોડ(માલીયાસણ વિલેઝ) સુધીના રસ્તા તથા બ્રીજ કામનાં ટેન્ડરો “રૂડા”ના ચેરમેન ઉદિત અગ્રવાલ દ્વારા પસિધ્ધ કરવામાં આવેલ છે.
રિંગ રોડ-૨ ના ફેઝ-૧ મા જામનગર રોડથી કાલાવડ રોડ સુધીના ૮.૯૬ કી.મીના રસ્તાની ૩વબ્રીજ સાથે ૨-માર્ગીય રસ્તાની કામગીરી પુર્ણ કરી છે. જ્યારે ફેઝ-૨મા ૧૦.૬૦ કી.મી ૨-માર્ગીય રસ્તાની કામગીરી પુર્ણ કરેલ છે, અને રસ્તાની પથરેખામાં આવેલ ૩(ત્રણ) બ્રીજ પૈકી ૨(બે) બ્રીજની કામગીરી પુર્ણ થયેલ છે અને ૧(એક) બ્રીજની કામગીરી પ્રગતિમાં છે. તેમજ ફેઝ-૩ માં ૧૦.૬૬૫ કી.મી રસ્તાની અને રસ્તાની પથરેખામાં આવેલ ૫(પાંચ) બ્રીજીસની કામગીરી પ્રગતિમાં છે.
સત્તામંડળ દ્વારા બાકી રહેલ રીંગરોડ-૨ પૈકી ફેઝ-૪ એટલે કે ભાવનગર રોડ(કાળીપટ વિલેઝ) થી અમદાવાદ રોડ(માલીયાસણ વિલેઝ) સુધીના રસ્તાની બ્રીજ સાથેની કામગીરી હાથ ધરવામા આવેલ છે. આ રસ્તાની અંદાજીત લંબાઇ ૧૦.૩ કી.મીની છે, તેમજ પહોળાઇ ૯.૨૫ મી છે. રસ્તાની પથરેખામાં કુલ ૨(બે) મેજર બ્રીજ આવેલ છે જે બ્રીજીસની કામગીરી ભવિષ્યના ટ્રાફીક ભારણને ધ્યાને લઇ ૩-માર્ગીય બનાવવાનું આયોજન છે. સદરહું રસ્તાની અંદાજીત રકમ રૂ.૩૧.૭૭ કરોડ અને ૨(બે) બ્રીજની અંદાજીત રકમ રૂ.૧૨.૬૬ કરોડ માટેની ટેકનીકલ સેન્કશન અને વહીવટી મંજુરી મેળવી ટેન્ડર પ્રસિધ્ધ કરેલ છે. જે ફાઇનલ થયે રસ્તા તેમજ બ્રીજીસની કામગીરી અંદાજીત ૧૮(અઢાર) માસમાં પુર્ણ કરવાનું કરવાનું આયોજન છે. ઉપરોકત કામગીરી થતા રસ્તો અમદાવાદ તથા ભાવનગર માટે બાયપાસ રસ્તા તરીકે ઉપયોગી થઇ શકશે.