ટીપી સ્કીમ નં.૩૮/૨ (મનહરપુર-રોણકી) ક્ષેત્રફળ ૨૯૧.૭૧ હેકટર જ્યારે ટીપી સ્કીમ નં.૪૧ (સોખડા-માલીયાસણ)નું ક્ષેત્રફળ ૩૬૩.૪૯ હેકટર: રૂડાની બોર્ડ બેઠકમાં ૧૨ દરખાસ્તોને બહાલી
ચેરમેન ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને આજે બપોરે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)ની બોર્ડ બેઠક મળી હતી. જેમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી ૧૨ દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. રૂડા દ્વારા નવી બે ટીપી સ્કીમ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એઈમ્સને જોડતા રૂડાની હદમાં આવેલા ૩૦ મીટરના રસ્તાને ફોર લેન અને ૯૦ મીટરના રસ્તાને સીક્સ લેન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, આજે રૂડાની બોર્ડ બેઠકમાં નવી બે ટીપી સ્કીમ બનાવવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ટીપી સ્કીમ નં.૩૮.૨ (મનહરપુર-રોણકી) ક્ષેત્રફળ ૨૯૧.૭૧ હેકટર રહેશે. મનહરપુર તથા રોણકી ગામના વિવિધ સર્વે નંબરમાં આગામી દિવસોમાં ટીપી સ્કીમ બનાવવામાં આવશે. આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૪૧ (સોખડા-માલીયાસણ)નું ક્ષેત્રફળ ૩૬૩.૪૯ હેકટરનું રહેશે. આ બન્ને ગામના સર્વે નંબરમાં દિવસોમાં ટીપી સ્કીમ બનાવવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે, શહેરમાં વધતા જતાં ટ્રાફિકને કારણે રીંગરોડ-૨ પૈકી ફેઈઝ -૪માં ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધી અંદાજીત ૧૦.૩૦ કિ.મી.ના રસ્તાની કામગીરી અને તેના પર બે બ્રીજ બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે અંદાજે ૪૪.૪૩ કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રાજકોટને કેન્દ્ર સરકાર દ્વારા એઈમ્સની ફાળવણી કરવામાં આવી છે ત્યારે એઈમ્સ તથા ઈન્ટરનેશનલ એરપોર્ટને સાંકળવા માટે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કોર્પોરેશનની બાઉન્ટ્રીથી એઈમ્સ સુધીનો રૂડાની હદમાં આવતા ૯૦ મીટરના ડીપીના રોડ કે જેની લંબાઈ ૨૫૧૦ ચો.મી.ની છે તેને સીકસ લેન બનાવવા માટે રૂા.૧૪.૨૨ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે કોર્પોરેશનની હદથી ૩૦ મીટરના રોડને ફોર લેન કરવા માટે રૂા.૭.૦૨ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તમામ દરખાસ્તોને બહાલી અપાય છે. ઘન કચરાના નિકાલ માટે વધુ ૮ ટીપરવાનની ખરીદી કરવામાં આવશે. અબતક સાથેની વાતચિત દરમિયાન રાજકોટ શહેરી વિકાસ સતામંડળના સી.ઈ.ઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું હતુ. આજરોજ રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રૂડાની બોર્ડ બેઠક ચેરમેન ઉદિત અગ્રવાલની અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી આ બોર્ડ બેઠકમાં અગત્યના ટીપી સ્કીમને લગત બે મુદા રજૂ કરવામાં આવ્યા હતા ટી.પી. સ્ક્રીમ નં. ૩૮/૨ મનહરપૂર રોણકી બનાવવા માટે ઈરાદો જોહર કરવાની સર્વ સંમતિની બહાલી થઈ છે. આ ટીપીમાં ૨૯૧.૭૧ હેકટરમાં નવી ટી.પી. સ્ક્રીમ બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. બીજી ટીપી સ્કીમ એ ટીપી સ્કીમ નંબર ૪૧ માલીયાસણ, શોખડામાં બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. બીજી ટીપી સ્કીમએ ટીપી સ્કીમ નં. ૪૧ માલીયાસણ સોખડામાં બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. તેનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ ટીપી સ્કીમમાં ૩૬૩.૪૯ હેકટર એરીયાની અંદર ટી.પી. સ્કીમ બનાવી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે ઉપરાંત બીજો રીંગરોડનું જે કામ ચાલુ છે. તેમાં ફેઈઝ-૪ ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધી રીંગરોડ ફેઈઝ ૪નું કામ હાથ ધરવાનું નકકી કરવામાં આવ્યું છે. તેના માટે ૪૪.૪૪ કરોડના ખર્ચે ટેન્ડરો પ્રસિધ્ધ થયેલા છે. તેને બોર્ડએ બહાલી આપી છે. ઉપરાંત એઈમસ જે આવી રહ્યું છે. રાજકોટ શહેરથી એઈમ્સ સુધી પહોચવા માટે નો એક ૩૦ મીટર અને ત્યારબાદ ૧૦ મીટરનાં એમબે રોડને મંજૂરી આપવામાં આવેલી છે. જેનાથી રાજકોટ શહેરીજનો સીધેસીધા એઈમસ સુધી આસાનીથી પહોચી શકશે. તે ૨૧.૨૫ કરોડના ખર્ચે કામ અંગે બોર્ડ બેઠકએ બહાલી રાખેલ છે. એઈમ્સ રીંગરોડ ફેઈઝ ૪નું કામ દોઢ વર્ષ (૧૮ મહિના)ની સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. ટેન્ડર થયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે. વર્ક ઓર્ડરના ૧૮ મહિનાની સમય મર્યાદા રાખવામાં આવે છે અને એઈમસનું કામ મહિનાની સમય મર્યાદામાં પૂરૂ કરવામાં આવશે.