એક સાથે રર કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા લોકોમાં ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જિલ્લામાં કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે ત્યારે હવે સરકારી કર્મચારીઓ પણ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે ત્યારે ખાસ કરી રોજ 22થી વધુ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણ વાયુવેગે પ્રસરી રહ્યું છે તે છતાં પણ જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા કોઈપણ જાતના કોરોના સંક્રમણ રોકવાના પગલાં ભરવામાં ન આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. કોરોના સંક્રમણ ના બીજા તબક્કામાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાને ઝપેટમાં આવ્યા છે જિલ્લા દુધરેજ વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે નગરપાલિકા કોરોના ગ્રસ્ત બની હોય તેવુ સ્પષ્ટ વર્તાય રહ્યો છે નગરપાલિકાની મોટાભાગની કામગીરી બંધ કરવામાં આવી છે અધિકારીઓ સહિત કર્મચારીઓને કોરોના સંક્રમિત થયા હોવાના કારણે હાલમાં 22 નગરપાલિકાના કર્મચારીઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ત્યારે બીજી તરફ જિલ્લામાં કોરોના સંક્રમણ એ માઝા મૂકી છે સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા જિલ્લાવાસીઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યા છે ત્યારે ફ્રન્ટ કોરોના વોરિયર્સ ગણવામાં આવે છે તેવા સફાઈ કર્મચારીઓ પણ કોરોનાની લપેટમાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં કોરોના સંક્રમણ માઝા મૂકી છે ચૂંટણી બાદ જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું હોવાના કારણે અને ચૂંટણીના સમયે પાલિકાના કર્મચારીઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોવાના કારણે કોરોના સંક્રમિત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
જેમાં હાલમાં અમુક નગરપાલિકાના કર્મચારીઓ પોતાના ઘરે અને કોરોના ની સારવાર લઇ રહ્યા છે અને એની તબિયત ગંભીર હોવાના કારણે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કોરોના સંક્રમણ માજા મુકી છે પાલિકાના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાની મામલતદાર ઓફિસમાં પણ કોમ્પ્યુટર ઓપરેટર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને કોરોના સંક્રમિત થયા છે ઉલ્લેખનીય છે કે મામલતદાર ઓફિસ ની તમામ કામગીરી હાલમાં બંધ કરવામાં આવી છે સરકારી દસ્તાવેજી પુરાવાઓ દાખલો કાઢવા ની તમામ પ્રકારની કામગીરી મામલતદાર ઓફિસમાં બંધ કરવામાં આવી છે