ફેમસ ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈક માતા બનવા જઈ રહી છે. આ સમાચારથી અભિનેત્રીના ચાહકો ખુશ થઈ ગયા અને બધા તેને અભિનંદન આપી રહ્યા છે. રૂબીના દિલાઈક ટૂંક સમયમાં જ તેના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.

જ્યારથી રૂબીનાએ પોતાની પ્રેગ્નન્સીને ઓફિશિયલ કરી છે ત્યારથી તે દરરોજ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

હવે ફરી એકવાર રૂબીના દિલાઈકે ટાઈટ ફીટ બોડીકોન સૂટમાં તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ બતાવી રહી છે. રૂબીનાએ લાઇટ મેકઅપ, કર્લી હેર લુક અને બ્લેક ટ્રેન્ડી ઇયરિંગ્સ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો છે. રૂબીનાના બેબી બમ્પ ફોટા પર, તેના ચાહકો તેને આવનારા નાના મહેમાન માટે ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ આપી રહ્યા છે. પરંતુ ઘણા લોકો પ્રેગ્નેન્સી દરમિયાન આવા ટાઈટ ફીટ આઉટફિટ્સ પહેરવા બદલ રૂબીના દિલાઈકને ટ્રોલ પણ કરી રહ્યા છે.

તેના પર એક વ્યક્તિએ લખ્યું- માતા બનવું એક સુંદર અહેસાસ છે. આટલું બધું બતાવશો નહીં. બીજાએ લખ્યું- પ્રેગ્નન્ટ થયા પછી પણ ચેન નથી. બાળકના આગમન પહેલા આટલો બધો પ્રચાર કેમ કરો છો? તેવી જ રીતે અનેક લોકોએ વિવિધ કોમેન્ટ કરીને અભિનેત્રીને ટ્રોલ કરી છે. જો રૂબીના દિલેકની વાત કરીએ તો તેણે વર્ષ 2018માં અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ તે માતા બનવા જઈ રહી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.