સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં વધતા જમા કોરોના કહેરને ધ્યાનમાં લઇ શહેરમાં વિવિધ જગ્યાએ તથા તાલુકા મથકના આરોગ્ય કેન્દ્રો પર આરટીપીઆર ટેસ્ટ કરવામાં આવશે તેવી કલેકટર તથા સિવિલ સર્જને જાહેરાત કરી હતી.
દસાડા વિધાનસભાના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી દ્વારા જિલ્લામાં વકરતી જતી કોરોના મહામારીની વિકરાળ સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર સ્થિત મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે હાલની પરીસ્થિતીની સમીક્ષા અર્થે અને જરૂરી મદદઅર્થે જાત માહિતી મેળવી હતા. તા. 13નાં રોજ અન્ય પ્રતિનીધીઓ સાથે ગાંધી હોસ્પીટલની રૂબરૂ મુલાકાત દરમિયાન કોવીડ ટેસ્ટ માટે તથા રેમેડીસીવર ઇન્જેકશન લેવા માટે પણ લાંબા સમયથી રાહ જોતા લોકોની લાઇનો લાગી જોવા મળી હતી. ત્યા હાજર દર્દીના સગા-સંબંધીઓ સાથે વાતચીત કરી તેમની સ્મસ્યાઓ સાંભળી. ખાસ કરીને કોવીડના છઝ-ઙઈઅ ટેસ્ટ રીપોર્ટ ત્રણ-ત્રણ દિવસે મળે છે. આથી જરૂરી ગંભીર દર્દીઓને રેમેડીસીવર ઇન્જેકશન આપી શકાતા નથી.
ધારાસભ્યની મુલાકાત સમયે જિલ્લા કલેકટર પણ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર અને સીવીલ સર્જન ડો. વસેટીયન દ્વારા સુરેન્દ્રનગર શહેર ખાતે વઢવાણ સી.એચ.સી. સવારે 9 થી 12 સુધી તેમજ મહાત્મા ગાંધી હોસ્પીટલ ખાતે સાંજે 4 થી 6 સુધી તેમજ શહેરમાં અન્ય વિવિધ જગ્યાઓ ઉપર આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સી.એચ.સી કેન્દ્ર ખાતે પણ આરટીપીસીઆરટેસ્ટ કરવામાં આવશે. તેમજ આ ટેસ્ટનો રીપોર્ટ 24 કલાકમાં આપી દેવાની પણ ખાત્રી આપી હતી.
ધારાસભ્યની મુલાકાત સમયે સુરેન્દ્રનગર-વઢવાણ શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીરાજસિંહ ઝાલા, તેમજ કોંગ્રેસના આગેવાનો સુબોધભાઇ જોશી, મહેન્દ્રભાઇ પરમાર, બી.કે. પરમાર, નીલેશભાઇ વાધેલા, સંદીપભાઇ વીગેરે ઉપસ્થિત રહ્યા હતા.