- અરજદારોના હિતને ધ્યાને રાખી રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ડબલ શિફ્ટમાં લેવાય છે કામ
રાજ્યભરમાં વાહન અને લાયસન્સ સંબંધિત કાર્યોમાં ઝડપ લાવવા માટે પરિવહન વિભાગ દ્વારા આરટીઓ કચેરીને ડબલ શિફ્ટમાં કાર્યરત કરવાની સૂચના બાદ રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં આ મહેનત રંગ લાવી છે. અગાઉ જે વેઇટિંગ પિરિયડ મહિનાઓ સુધી રહેતો હતો તે પિરિયડ હવે અઠવાડિયા સુધીનો આવી ગયો છે. જેના લીધે પ્રજાને લાયસન્સ સંબંધિત કાર્યો માટે લાંબો સમય રાહ જોવી પડતી નથી.
રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ અને નાગરિકોના હિતમાં નિર્ણય લીધો હતો. અત્રે જણાવીએ કે, આરટીઓના અધિકારી અને કર્મચારી ચાલુ વર્ષના ગત જાન્યુઆરી માસથી ડબલ શિફ્ટમાં કામ કરી રહ્યા છે. અગાઉ આરટીઓ વિભાગનું સર્વર બંધ થયાં બાદ અને દિવાળી પર્વ સમયે વેઇટિંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યા બાદ ડબલ શિફ્ટમાં કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેટિંગને ઓછું કરવા માટે ટેસ્ટ ટ્રેક સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી કાર્યરત કરવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે, હવે RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફ્ટમાં કામ કરશે.
ડબલ શિફ્ટમાં કામ કરવા માટે પ્રથમ શિફ્ટ અને બીજી શિફ્ટમાં ક્યાં અધિકારીઓ હાજર રહશે જેમના નામ સાથે ડ્યુટીની ફાળવણી કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, પાલનપુર અને અમદાવાદ પૂર્વ આરટીઓમાં ભારે વેટિંગ ચાલી રહ્યું હતું. જેને પહોંચી વળવા માટે ડબલ શિફ્ટમાં કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ડબલ શિફ્ટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવ્યો હતો. ડ્રાઈવિંગ ટેસ્ટમાં પણ ભારે વેઇટિંગ રહેતા રાજ્ય વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
ખાસ વાત એ પણ છે કે, રાજ્યના અમુક શહેરોની આરટીઓ કચેરીમાં કામ-કાજનું ભારણ પણ વધુ છે જેના કારણે વાહન ચાલકોને અવાર નવાર ધક્કા ખાવાનો પણ વારો આવતો હોય છે. જો કે, ડબલ શિફ્ટમાં કામગીરી થવાથી વધતુ જતુ કામનું ભારણ પણ ઘટ્યું છે અને લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડતો નથી.
રાજકોટમાં આરટીઓમાં વેટીંગ પિરિયડ ફકત સાત દિવસનો
આરટીઓ કચેરીના અધિકારીઓના જણાવ્યા અનુસાર અગાઉ દિવાળી પર્વ સમયે વેઇટિંગ પિરિયડ એક માસથી પણ વધુનો થઇ ગયો હતો જેના લીધે લોકોને ભરવાડ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જે બાદ લોલોની સવલતને ધ્યાનમાં રાખીને ડબલ શિફ્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના ભાગરૂપે ટેસ્ટ ટ્રેક સવારના 8 વાગ્યાંથી રાત્રીના 8 વાગ્યાં સુધી બે શિફ્ટમાં શરૂ કરી દેવામાં આવ્યો હતો આંઉં પરિણામે હાલ રાજકોટ આરટીઓમાં વેટીંગ પિરિયડ ફકત 7 દિવસનો જ રહ્યો છે.
અગાઉ વેઇટિંગ પિરિયડ મહિનાઓને આંબી ગયો’તો
અગાઉ જયારે સિંગલ શિફ્ટમાં કામ કરવામાં આવતું હતું ત્યારે વેઇટિંગ પિરિયડ નોંધપાત્ર રીતે એક મહિનાથી વધુ સમયને આંબી ગયો હતો જેના લીધે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ટેસ્ટ ટ્રેકમાં ભારે ભીડને લીધે આ વેઇટિંગ પિરિયડ સતત વધી રહ્યો હતો ત્યારે ડબલ શિફ્ટમાં કામ કરવાનો નિર્ણય લેવાયા બાદ અરજદારોએ રાહતના શ્વાસ લીધા હતા અને હાલ વેઇટિંગ પિરિયડ ફકત ગણતરીના દિવસોનો જ રહ્યો છે.