આરટીઓની તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાના કારણે અરજદારોને એજન્ટોની જરૂરિયાત રહેતી નથી અને જાતે જ લાઇસન્સથી માંડીને વાહનને લગતી બધી જ કામગીરી માટે ઘર બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે
ઓનલાઈન પ્રક્રિયા સર્વર કે નેટ ઠપ્પ થઈ જવાના કારણે તમામ પ્રક્રિયા અટકી જવાથી અરજદારોને આરટીઓ કચેરીએ ‘ધરમ ધકકા’ થાય છે: અમુક ભ્રષ્ટ તત્વોએ ઓનલાઈન પ્રક્રિયાનો ‘તોડ’ પણ કાઢી લીધો હોય તેમાં પણ ગેરરીતિ આચરાવા લાગી છે
વાહન વ્યવહાર વિભાગ એટલે કે આરટીઓ તંત્રમાં વાહનોના રજીસ્ટ્રેશનથી લઈને ડ્રાઈવીંગ લાયસન્સ આપવા સહિતની વિવિધ કામગીરી કરવામાં આવે છે. આરટીઓ તંત્રમાં દાયકાઓ સુધી મોટાભાગની કામગીરી કાગળો પર કરવામાં આવતી હતી. જેના કારણે આરટીઓ કચેરીમાં પણ ઠેર ઠેર ચોપડાઓ અને કાગળોના ઢગલા ખડકાતા જતા હતા. લાયસન્સની કે વાહનોને લગતી કામગીરી માટે આ ચોપડાઓમાં રહેલો ડેટા શોધવો મુશ્કેલ બન્યો હતા જેને લઈને આરટીઓ કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારોને એક ટેબલ પરથી બીજા ટેબલ પર દિવસો સુધી ધકકા ખાવા પડતા હતા આ ધકકાઓથી કંટાળીને ત્રાસી જતા અરજદારો એજન્ટોને સહારો લેતા થઈ ગયા હતા જેથી આરટીઓ તંત્રમાં એજન્ટ પ્રથા ફૂલીફાલી હતી.
એજન્ટ પ્રથાના કારણે આરટીઓ તંત્રમાં અનેક દુષણો પ્રવેશ્યા હતા. અને સરકારના ભ્રષ્ટ તંત્રોમાં તેની ગણના થવા લાગી હતી. જેથી, આરટીઓ તંત્રની છબી સુધારવા સરકારે પ્રથમ આરટીઓની તમામ કામગીરીનું કોમ્પ્યુરાઈઝેશન ફરજીયાત બનાવ્યું હતુ જે બાદ, લાયસન્સ કઢાવવા આવતા અરજદારોને ટ્રાફિકના નિયમોની જાણકારી મળી રહે તે માટે લર્નીંગ લાયસન્સની ઓનલાઈન કોમ્પ્યુટર ટેસ્ટ ફરજીયાત બનાવી હતી. વાહનોના રજીસ્ટ્રેશન માટેની આરસી બુકની કામગીરી કોમ્પ્યુટરાઈઝ બનાવવામાં આવી હતી. થોડા સમય પહેલા આરટીઓ તંત્રની તમામ પ્રકારની કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી છે.
દેશભરમાં આરટીઓ તંત્રની ઓનલાઈન કામગીરીમાં એકસુત્રતા આવે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પરિવહન ડોટ જીઓવી, ડોટ ઈન નામ પર વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં દેશભરના તમામ રાજયોના કોઈપણ અરજદારો વાહનો અને ડ્રાઈવીંગ લાયસન્સને લગતી ગમે તે કાર્યવાહી જાતે ઓનલાઈનરી શકે છે. આરટીઓ તંત્રએ હવે ઈ-ચલણના સોફટવેર દ્વારા ટ્રાફિક પોલીસ કે આરટીઓ તંત્ર દ્વારા અપાતા દંડના મેમાઓને પણ ઓનલાઈન વસુલવવાનો પ્રારંભ કર્યો છે.
આરટીઓ તંત્રમાં હવે ડ્રાઈવીંગ લાયસન્સ માટે ડ્રાઈવીંગ ટેસ્ટ લેવા માટે કોમ્પ્યુટરાઈઝ ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ ટ્રેક પર ગોઠવવામાં આવેલા સેન્સરોને કોમ્પ્યુટર સાથે જોડીને ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ટેસ્ટ લેવામાં આવે છે. જેનાથી આ પ્રક્રિયા પણ ઓટોમેટીક કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ હોય તેમાં ગેરરીતિની સંભાવના ઓછી થઈ ગઈ છે. આમ, આરટીઓ તંત્રમાં મોટાભાગની પ્રક્રિયા ઓનલાઈન અને કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ હોય અરજદારોના કામ ધકકા ખાધા વગર ઝડપી અને ઘરબેઠા થવા લાગ્યા છે. જેથી અરજદારોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. આરટીઓતંત્રની તમામ કામગીરી ઓનલાઈન અને કોમ્પ્યુટરાઈઝ થઈ ગઈ હોવાથી સર્વર કે નેટના પ્રોબ્લેમના કારણે સમયાંતરે નિયમિત કામગીરી ઠપ્પ થઈ જાય છે. ઉપરાંત ડ્રાઈવીંગ લાયસન્સની લર્નીંગ તથા પાકા લાયસન્સની કામગીરી પણ કોમ્પ્યુટરાઈઝ અને ઓનલાઈન થઈ જવાથી જિલ્લાભરનાં અરજદારોને જિલ્લા કક્ષાએ આવેલી કચેરી સુધી ટિકીટભાડા ખર્ચ કરીને જવુ પડે છે. પહેલા આ કામગીરી તાલુકા કક્ષાએ યોજાતા તાલુકા કેમ્પોમાં થતી હતી. ઉપરાંત આરટીઓની તમામ કોમ્પ્યુટરાઈઝ અને ઓનલાઈન કામગીરી થઈ જવાના કારણે હવે ગેરરીતિ આચરનારા તત્વો તેમાં મણ ગેરરીતિ કરવાના પ્રયાસ કરવા લાગ્યા છે. ઉપરાંત આપણા દેશના મોટાભાગના લોકોને ઓછુ ભણેલા હોય અને કોમ્પ્યુટરાનું ટેકનીકલ જ્ઞાન ઓછુ ધરાવતા હોય આરટીઓ તંત્રની આ તમામ ઓનલાઈન કામગીરી તેમના માટે મુશ્કેલ રૂપ બની છે. આમ આરટીઓ તંત્રની તમામ કામગીરી ઓનલાઈન અને કોમ્પ્યુટરાઈઝ થઈ જવાથી અરજદારોને ખાસ વધારે લાભ થઈ શકયો નથી.
આરટીઓને લગતી તમામ કામગીરી પરિવહન વેબસાઈટ પર ઘર બેઠા કરી શકાય છે: પી.બી. લાઠીયા
રાજકોટ આરટીઓ કચેરીના એઆરટીઓ પી.બી.લાઠીયાએ ‘અબતક’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ડીજીટલ ઈન્ડિયા સંકલ્પના ભાગરૂપે આરટીઓ ડિપાર્ટમેન્ટમાં સંપૂર્ણ કામગીરી ડીજીટલ ઓનલાઈન કરવામાં આવી છે. મુખ્યત્વે ઓનલાઈનનો ઉદ્દેશ અરજદાર જાતે જ યોગ્ય સમયે ફોર્મ ભરી શકે, ફી ભરી શકે જેથી ઓફીસનો સમય બચી શકે છે. અત્યારે લાયસન્સની તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ છે. ઓનલાઈન એપ્લીકેશન દ્વારા વાહનનું રજીસ્ટ્રેશન, વાહનનું ટ્રાન્સફર થતા સંપૂર્ણ ટ્રાન્જેકશન ઓનલાઈન થઈ ગયા છે. આ એપ્લીકેશન માટેની પ્રોસેસમાં પરિવહન ડોટ જીઓઈ ડોટ ઈન પરની વેબસાઈટ પર જઈને સારી ફોર નામના પોર્ટલ પરી લાયસન્સની તમામ કાર્યવાહી કરી શકે છે અને વાહન માટે વાહનના પોર્ટલમાંથી વાહનને લગતી તમામ કાર્યવાહી થઈ શકે છે. ઓનલાઈન પ્રોસેસ પછી અરજદાર આરટીઓ કચેરીનો સીધો સંપર્ક કરી શકે છે. તેનાથી અરજદારને મુખ્ય ફાયદો થયો છે.
આરટીઓની તમામ પ્રક્રિયા ઓનલાઈન થવાથી અરજદાર અને કર્મચારી બન્નેનો સમય બચે છે: જે.જે. ચૌધરી
જામનગર આરટીઓ કચેરીના એઆરટીઓ જે.જે.ચૌધરીએ ‘અબતક’ને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, આરટીઓની અંદર સર્વેર બેઈઝ ઓનલાઈન ત્રર પ્રકારની કામગીરી થાય છે. લાયસન્સને લગતી કામગીરી વાહનને લગતી કામગીરી, અરજી ફી પણ ઓનલાઈન ભરી શકાય છે. જેથી અરજદારે કચેરીએ આવવું પડતું નથી. અરજદારનો સમય બચે છે અને કચેરી અંદર ટ્રાફીક થતો નથી. વાહન નોંધણી ઓનલાઈન ડીલર દ્વારા કરવામાં આવે છે. જેમાં ફી ઓનલાઈન અવા ૨૧ પેમેન્ટ દ્વારા પેમેન્ટ થાય છે. નોંધાયેલા વાહનોમાં ફેરફાર, વાહનની આરસી બુક ખોવાય, ડુપ્લીકેટ આરસી બુક, બાબતે ઓનલાઈન અરજી કરીને અરજદારનો ટાઈમ બચે છે. આ સીવાય બીજી અરજીઓ પણ અરજદાર ઘરે બેસીને કરી શકે છે. આમ ઓનલાઈનના ફાયદા ઘણા છે.
હવે ઈ-ચલણ પણ ઓનલાઈન થાય છે. પહેલા એવું હતું કે, આરટીઓ દ્વારા કે પોલીસ દ્વારા મેમા અપાતા તે મેન્યુઅલી પ્રોસેસ તાં હતાં. વાહન માલિક મેમો ભરવામાં મોડુ કરે છે. ૧૦ વર્ષ કે ૧૫ વર્ષ પહેલાનો મેન્યુઅલ મેમો હોય તો તેની ડિટેઈલ કોઈ મળતી નથી. જ્યારે હવે ઈ-મેમો આવી ગયા છે. જેમાં જ્યાં સુધી આ મેમો ન ભરાય ત્યાં સુધી એ વાહન સંબંધી કોઈ સેવા સીસ્ટમ તરફી થતી નથી. તેથી વાહન ચાલકે આ મેમો ફરજીયાત ભરવો પડે છે. સર્વરનો આ ફાયદાઓ જે કે જેથી સરકાર તા સરકારી કાર્યો ઝડપી અને યોગ્ય રીતે ઈ શકે છે. ઓનલાઈન કાર્યી અરજદારને ફાયદો થાય છે સો સો કચેરી કક્ષાએ કાર્ય ભારણ હતું કે પણ ઓછુ થાય છે. મેન્યુઅલી ડેટામાં ક્યારેક માણસી ભુલ થાય છે પરંતુ સર્વરી આવી કોઈ ભુલ તી ની અને ચોક્કસ ઝડપી ડેટા મળી જાય છે તેમ ચૌધરીએ અંતમાં જણાવ્યું હતું.
આરટીઓમાં ઓનલાઈન પેમેન્ટ વાથી રોકડ રકમ લઈને જવાની જરૂર પડતી ની: લક્ષદીપસિંહ
મોરબી એઆરટીઓ કચેરીમાં પોતાના કામ માટે આવેલા અરજદાર લક્ષદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરટીઓમાં ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમ થવાથી ઘરે બેઠા જ પેમેન્ટ થાય છે તથા રીસીપ્ટ પણ મળે છે. જેમાં કેટલું પેમેન્ટ થયું છે તેની ખબર પડે છે. ઓનલાઈન પેમેન્ટ એટીએમ કાર્ડી થતું હોવાથી રોકડ રકમ લઈને આરટીઓ કચેરીએ જવાની જરૂર રહેતી નથી.
લાઇસન્સ માટેની ઓનલાઈન અરજી કરવાના કારણે વચેટીયાઓને પૈસા આપવા પડતા નથી: દિનેશભાઈ
રાજકોટ આરટીઓ કચેરીમાં લાયસન્સ કઢાવવા આવેલા દિનેશભાઈ નામના અરજદારે જણાવ્યું હતું કે, ફોર વ્હીલનું લાયસન્સ માટેનું ફોર્મ ઓનલાઈન ભરેલું હોવાથી ઘણા ફાયદા થાય છે. ઓનલાઈન અરજીના કારણે તેનાથી વચેટીયાઓને કોઈ પૈસા આપવા પડતા નથી.
આરટીઓની ઓનલાઈન પ્રક્રિયાના કારણે ‘વચેટીયા’ નિકળી જતા અરજદારો છેતરાતા નથી: જે.કે. પટેલ
મોરબી એઆરટીઓ કચેરીના એઆરટીઓ જે.કે. પટેલે ‘અબતક’ને જણાવ્યું હતું કે, ઓનલાઈન સર્વિસના કારણે ઘર બેઠા પેમેન્ટ થાય છે. જેથી તેમનો સમય બચે છે. બીજી વસ્તુ એ કે ઘણા ફરિયાદ કરતા હોય છે કે અમારી પાસેથી વધુ ફી લેવામાં આવી તો ઓનલાઈનના કારણે પોતે જ ઘરેબેઠા ફી પેમેન્ટ કરી શકે છે. જેનાથી વચેટીયાઓની ભૂમિકા રહેતી ની અને તેમની સાથે છેતરપિંડી થતી નથી.