ગાંધીનગરનાં એ.આર.ટી.ઓ ડી.એમ. પટેલની રાજકોટ નિમણુંક રાજકોટના એ.આર.ટી.ઓ યાદવની નડીયાદ ખાતે બદલી
ગુજરાત રાજયની તમામ આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા પાંચ આર.ટી.ઓ. અધિકારી અને ૧૬ એ.આર.ટી.ઓ અધિકારીની બદલીઓ કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ રાજયના વાહન વ્યવહાર કચેરી દ્વારા રાજયની તમામ આર.ટી.ઓમાં ફરજ બજાવતા વર્ગ-૨ના કર્મચારીઓની અરસ પરસ બદલીઓ કરવામાં આવી છે.જેમાં હાલ ગાંધીનગર એ.આર.ટી.ઓ તરીકે ફરજ બજાવતા ડી.એમ. પટેલને રાજકોટમાં નિમણુંક કરવામાં આવી છે. જયારે રાજકોટમાં એ.આર.ટી.ઓ તરીકે ફરજ બજાવતા કુમારી વી.એચ. યાદવની નડીયાદ આર.ટી.ઓ ખાતે બદલી કરવામાં આવી છે.
જયારે અન્ય અધિકારીની બદલીમાં દાહોદ એ.આર.ટી.ઓ ટી.વી. દાંત્રોલીયાને સુરેન્દ્રનગર ખાતે તથા ગોધરા આર.ટી.ઓ એસ.બી.પટેલને ભૂજ ખાતે તથા ભૂજના જી.જે. સોલંકીને નડીયાદ તથા વી.કે. પરમારને દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે.
તથા ભૂજના ડી.એચ. યાદવને ગોધરા, અમદાવાદના કે.એમ. બાયેડને નર્મદા, પાલનપૂરના વી.એ. ગામીતને મહિસાગર, ગોધરાના આઈ.એસ. ટાંકને અમરેલી, નવસારીના સ્વપ્નીલ એમ.પટેલને અમદાવાદ પૂર્વ, અમદાવાદપૂર્વના કુમારી એન.ડી. પંચાલને આણંદ, આણંદના ચૌધરી પ્રકાશ માધાભાઈને નવસારી, ભૂજ -કચ્છના ઉતમ બાબુલાલ સોલંકીને જૂનાગઢ, ગાંધીનગરના સી.ડી. પટેલને ભૂજ, ભૂજના એમ.આર. ગજજરને ગાંધીનગર, અમરેલીના બી.એમ. સોલંકીને ભાવનગર, પાટણના એસ.કે. ગામીતને પાટણનો સ્વતંત્ર હવાલો સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે.