ચૂંટણી માટે વાહનો રિકવીઝેટ કરવા ધડાધડ ઓર્ડર કરતુ તંત્ર
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ, જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય બની રહ્યું છે. તાજેતરમાં સ્ટાફ અને ઈવીએમનું રેન્ડમાઈઝેશન થઈ ગયા બાદ જે તે વિધાનસભા બેઠકો ઉપર ઝોનલ સહિતની ફરજ બજાવનારા અધિકારીઓ માટે હવે તંત્ર દ્વારા ધડાધડ જિલ્લાના સરકારી અને ખાનગી વાહનો રિકવીઝેટ કરવા માંડયા છે.
આ અંગેની રાજકોટ જિલ્લા આર.ટી.ઓ કચેરીનાં સુત્રોમાંથીક પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં ૨૬૦૦ જેટલા સરકારી અને ૬૨૦૦ જેટલા શાળા અને ટ્રાવેલ્સ સંચાલકોના ખાનગી વાહનોનું લિસ્ટ આર.ટી.ઓ તંત્રએ જિલ્લા કલેકટર તંત્રને સોંપી દીધું છે.
આ વાહનોમાં નાની મોટી ખાનગી બસો ઉપરાંત જુદા જુદા પ્રકારની કાર સહિતનાં વાહનોનો સમાવેશ થાય છે.
આર.ટી.ઓ કચેરીએ આ વાહનોનું લિસ્ટ જેતે એ.આર.ઓ (ડે. કલેકટર મામલતદાર) કચેરીઓને સોંપી દીધું છે. આ લિસ્ટનાં આધારે હાલ ધડાધડ સરકારી અને ખાનગી વાહનોના રિકવીઝેટનાં ઓર્ડરો થવા લાગ્યા છે.