- આરટીઓએ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવા બદલ 1211 કેસો કરી રૂ. 48.03 લાખનો દંડ ફટકારાયો
- રાજકોટ આરટીઓ તંત્ર દ્વારા ગત જૂન મહિનામાં ચલાવવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની ઝુંબેશમાં કુલ 1211 જેટલાં કેસો કરી કુલ રૂ. 48.03 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આરટીઓ-રાજકોટ કચેરી દ્વારા વર્ષ 2024ના એપ્રિલ મહિના દરમ્યાન ગુનાહિત વાહનો જેના કુલ કેસ 1211 ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં કુલ રૂ. 48,03,286નો દંડ ફટકારવામાં આવેલ છે. આરટીઓ તંત્ર દ્વારા ઇન્સ્પેક્ટર કે એમ ખપેડના માર્ગદર્શનમાં ઓવરલોડ વાહનો, ઓવર ડાઇમેંશન, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન, ટેક્સ વગર ચાલતા વાહનો, રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી, ફિટનેસ, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર વાહન હાંકરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ, વીમા વગરના વાહનો વિરુદ્ધ ધોકો ઉગામવામાં આવ્યો હતો.
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ 161 કેસો કરીને રૂ. 21,65,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ઓવર ડાઇમેન્સનના 27 કેસો કરીને 1,73,400 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 41 કેસો કરીને રૂ. 41,00,00નો દંડ કરવામાં આવ્યો છે. ટેક્સ વગર ચાલતા 16 વાહનો પર કેસ કરીને રૂ. 348386 નો દંડ જયારે રેડિયમ રેફલેકટર, અંડર એજ ડ્રાઇવિંગ, મોબાઇલ પર વાત કરવી વગેરે જેવા રોડ સેફ્ટીના ગુનાઓના 10 કેસ કરીને રૂ. 11,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ફિટનેસ વિના દોડતા 151વાહનો વિરુદ્ધ કેસ કરીને રૂ.4,97,000, હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી વગર દોડતા વાહન વિરુદ્ધ 205 કેસો કરીને રૂ. 1,02,500 ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ કરનાર વિરુદ્ધ 403 કેસો કરીને રૂ. 8,05,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રાયવીંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 109 લોકો વિરુદ્ધ કેસો કરીને રૂ. 2,14,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
સૌથી વધુ ઓવરલોડેડ વાહનોને રૂ. 21.65 લાખનો દંડ
આરટીઓ તંત્ર દ્વારા સૌથી વધુ ઓવરલોડેડ વાહનો વિરુદ્ધ 161 કેસો કરીને રૂ. 21,65,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે જયારે ઓવર ડાઇમેન્સનના 27 કેસો કરીને 1,73,400 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જયારે કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ 41 કેસો કરીને રૂ. 41,00,00નો દંડ કરવામાં આવ્યો છે. ટેક્સ વગર ચાલતા 16 વાહનો પર કેસ કરીને રૂ. 348386 નો દંડ
હમ નહિ સુધરેંગે : બેફામ વાહનો દોડાવી સીન-સપાટા કરવા જતાં 403 લોકો દંડાયા : રૂ. 8.05 લાખનો દંડ
ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવરસ્પીડિંગ કરનાર વિરુદ્ધ 403 કેસો કરીને રૂ. 8,05,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રાયવીંગ લાયસન્સ વિના વાહન ચલાવતા 109 લોકો વિરુદ્ધ કેસો કરીને રૂ. 2,14,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.