ચેકીંગની કામગીરી ૮-૮ કલાકની શીફટ વાઇઝ કરવા રાજયની તમામ આર.ટી.ઓ. કચેરીને હુકમ કરાયો
ગુજરાત સરકાર દ્વરા રાજયની તમામ ૧૬ આર.ટી.ઓ. ચેક પોસ્ટ નાબુદ કરવાના હુકમના પગલે આજે ર૦ નવેમ્બરથી તમામ ચેક પોસ્ટ બંધ કરી લેવામાં આવ્યા બાદ આ ચેક પોસ્ટ પર ફરજ બજાવતા અધિકારીઓને જે તે જીલ્લામાં તેઓની જુની જગ્યા પર ફરજ સોંપવામ)ં આવી છે સાથે સાથે રાજય સરકાર દ્વારા રાજયની તમામ આર.ટી.ઓ. એ આર.ટી.ઓ. કચેરીના સ્ટાફને રાઉન્ડ ધી કલોક સઘન પોઇન્ટ ચેકીંગ કરવા આદેશ કરાયો છે.
ગુજરાત રાજય વાહન વ્યવહાર કમિશ્નર દ્વારા રાજયની તમામ આર.ટી.ઓ. એ આર.ટી.ઓ. ને હુકમ કરવામાં આવ્યો છે. કે ચેકીંગની કામગીરી ૮-૮ કલાકની શીફટ વાઇઝ કરવાની રહેશે. જેમાં (સમય રાતના ૧૨ કલાકથી ૮ કલાક, સવારના ૮ થી બપોરના ૪ કલાક તથા બપોરના ૪ થી રાતના ૧ર વાગ્યા) મુજબ ચેકીંગ કામગીરી કરવાની રહેશે.
ચેકીંગની માહીતી ચેકીંગ દરમ્યાન સમયાંતરે ૧૧૭.૨૩૨.૧૧૪.૬૧/ COT Link દ્વારા ચેકીંગના પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે., આ હુકમનો અમલ બીજો કોઇ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે., ચેકીંગ અધિકારીને સપ્તાહમાં એક દિવસ માટેની જરુરી રજા મંજુર કરી આપવાની રહેશે અને તેમની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા જે તે કચેરીમાંથી કરવાનીરહેશે.
ચેકીંગની રોજેરોજ ની માહીતી ચેકીંગ પોર્ટલમાં જ કરવાની રહેશે જેના આધારે કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. માહીતી સમયસર અપલોડ કરવાની જવાબદારી ચેકીંગ અધિકારીની તથા આરટીઓ- એઆરટીઓની અંગત રહેશે.
ચેકીંગની કામગીરીનું અસરકારક સુપરવીઝન અને મોનીટરીંગ મોટરીંગ માટે સબંધીત આરટીઓ- એઆરટીઓ જવાબદાર રહેશે.
રાજકોટ આર.ટી.ઓ. દ્વારા કુવાડવા રોડ પર માલીયાસણ ગામ પાસે રોડ સઘન વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર.ટી.ઓ માં ફરજ બજાવતા આર.આર.પટેલને રાત્રી ૧ર થી ૮ વાગ્યા સુધીની કામગીરી, એસ.ડી. પટેલને ૮ થી ૪ વાગ્યા સુધી અને જે.એસ. ચૌધરીને ૪ થી ૧ર વાગ્યા સુધી ચેકીંગ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.