રાઈટ ટુ એકટ અંતર્ગત માહિતી આપવાના ઉંચા ચાર્જ વસુલતા સરકારી અધિકારીઓ અને હાઈકોર્ટોને સુપ્રીમની ટકોર
રાઈટ ટુ ઈન્ફોર્મેશન એકટ અંતર્ગત આપવામાં આવતી માહિતીનો લોકો પાસેથી જે ચાર્જ વસુલાય છે તેને લઈ સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે. અને સંસદ સહિત હાઈકોર્ટોને કહ્યું છે કે, આરટીઆઈ હેઠળ અપાતી માહિતીના ચાર્જ પેટે રૂ.૫૦થી વધુની ઉઘરાણી કરી ન શકાય ન્યાયાધીશ એ.કે. ગોએલ અને યુ.યુ. લલીતની બેંચે કહ્યું કે, સરકારી કચેરીઓ ફોટોકોપી આપવા દર એક પેઝે રૂ.૫ કરતા વધુ વસુલી ન શકે.
સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં એમ પણ જણાવ્યું છે કે, જે કોઈ લોકો જે તે વિભાગની માહિતી મેળવવા ઈચ્છે છે તેનું કારણ જાણવા સરકારી અધિકારીઓ દબાણ કરી શકે નહિ આરટીઆઈ હેઠળ માહિતી આપવાનારૂ.૧૦ની ચાર્જની જોગવાઈ છે.
જયારે અલગ અલગ વિભાગો તેમની મનમાની ચલાવી ઉંચા ચાર્જ વસુલે છે. જેના વિરૂધ્ધ એક અરજી સુપ્રીમમાં થઈ હતી જેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ પ્રકારે ચૂકાદો આપ્યો હતો.
એડવોકેટ પ્રશાંત ભુષણે અરજીકર્તાના પક્ષમાં કોર્ટમાં કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ આરટીઆઈ એકટ અંતર્ગત માહિતીનાં રૂ.૫૦૦ વસુલે છે જે ગેરકાયદે છે અને આ ઉંચી વસુલી લોકોને માહિતી માંગવામાંથી નિરાશ કરે છે. હાઈકોર્ટના નિયમો મુજબ માહિતી માંગવાના અરજીના ૫૦૦ વસુલાય છે જે એક પેઝ રૂ.૧૫માં પડે છે.
આમ, કેન્દ્રએ ઘડેલા નિયમોથી હાઈકોર્ટના નિયમો તદન અલગ છે. અને ઉંચી વસુલી કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,