સરકારના નિર્ણયના પગલે આરટીઆઈ અરજદારો ઉપર જોખમ વધશે

કેન્દ્ર સરકાર માહિતી અધિકારના કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. આરટીઆઈના કેસમાં અરજદારના મૃત્યુ બાદ હવેી કેસ બંધ કરી દેવામાં આવશે. હાલ અનેક કેસમાં આરટીઆઈ અરજદારના મૃત્યુ બાદ પણ કાર્યવાહી ચાલુ હોય તેવા કિસ્સા છે. અમિત જેઠવા કેસ પણ આ પ્રકારનો કેસ ગણી શકાય માટે સરકાર હવેી આરટીઆઈ કરનાર અરજદારના મૃત્યુ બાદ કેસ બંધ કરશે. સરકારના આ નિર્ણયના કારણે આરટીઆઈ કરનાર અરજદારો ઉપર જોખમ વધશે તેવી દલીલ કરવામાં આવી રહી છે. કોઈ કૌભાંડ બહાર ન આવે તે માટે આરટીઆઈ એકટીવીસ્ટની હત્યા પણ ઈ શકે છે. અગાઉ યુપીએ સરકારે ૨૦૧૨માં આરટીઆઈમાં આ પ્રકારનો ફેરફાર કરવાનો નિર્ણય પડતો મુકયો હતો. અલબત હવે એનડીએ સરકારે આ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. જેના પરિણામે આરટીઆઈ અરજકર્તાઓ ઉપર જીવનું જોખમ આવી શકે છે.

આ મામલે માનવ અધિકાર સો સંકળાયેલી સંસ સીએચઆરઆઈના વૈંકેટેશ નાયકે જણાવ્યું હતું કે, આ પગલું ખુબજ જોખમી છે. અરજકર્તાને અરજી પાછી ખેંચી લેવા દબાણ ઈ શકે છે. આ પ્રકારનો નિર્ણય લેવાની પરવાનગી કઈ રીતે સરકાર આપી શકે. લોકોના હિતને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય પરત લેવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.