રિઝર્વ બેંકના ગર્વનર શશીકાંતદાસે આપ્યો નિર્દેશ
આગામી ડિસેમ્બર માસથી દેશભરમાં આરટીજીએસની સુવિધા ૨૪ કલાક મળી શકો તેમ રિઝર્વ બેંકની બેઠકમાં જાહેર કરાયું હતુ
મુદ્રા નીતિ સમિતિની બેઠકમાં પરિણામોની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શશીકાંત દાસે જણાવ્યું હતુ કે ફંડ ટ્રાન્સફરની આરટીજીએસ પ્રણાલી આગામી ડિસેમ્બરથી ૨૪ કલાક કામ કરશે અને લોકોને આ સુવિધા ૨૪ કલાક મળશે.
તમને એ જણાવીએ કે રૂા.૨ લાખથી વધુની રકમ આરટીજીએસ હેઠળ એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરી શકાય છે. અત્યારે આ સુવિધા ગ્રાહકોને ૧૨ કલાક જ મળે છે. પર આગામી ડિસેમ્બરથી આ સુવિધા બેંક ગ્રાહકોને ૨૪ કલાક ઉપલબ્ધ થઈ શકશે.