યુ.પી.ના સી.એમ.યોગી આદિત્યનાથ, યોગગુરુ બાબા રામદેવ સહિતના મહાનુભાવો પણ આપશે હાજરી

રાજકોટ શહેરમાં આજથી બે દિવસીય ધર્મસભા યોજાનાર છે. જેમાં સમગ્ર દેશના હિન્દુ સમાજને સંગઠિત કરવા અને રામજન્મભૂમિ અયોઘ્યામાં રામમંદિરના નિર્માણ મુદ્દે ગ્રહણ ચર્ચા થશે. આ ધર્મસભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યોગગુરુ બાબા રામદેવ, ડો.સુબ્રમણ્યમ સ્વામી તથા ભાજપના ટોચના હોદદારો હાજરી આપે તેવી સંભાવના છે. બે દિવસીય ધર્મસભા માટે મહાનુભાવોને ઝેડ પ્લસ સિકયોરીટી ફાળવવામાં આવી છે. તેમજ રાજકોટ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જળવાશે.

રાજકોટ શહેરના હાર્દસમા કાલાવડ રોડ પરની આર્ષ વિદ્યા મંદિર ખાતે યોજાનારી ધર્મસભાનું આયોજન સ્વામી પરમાત્માનંદજી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈપણ જાતના જાહેર કાર્યક્રમો યોજાનાર નથી. આ ધર્મસભામાં ભાજપ અને આરએસએસના ટોચના અગ્રણીઓ તેમજ ૧૨૫ થી વધુ સાધુઓ ભાગ લેનાર છે. આજે ડો.મોહન ભાગવત, યોગી આદિત્યનાથ, ગુરુચરણાનંદ સ્વામી આવી પહોંચી સભાને સંબોધન કરનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.