કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારે ખેડૂતો હિતના અનેક નિર્ણયો લીધાં છે અને હજુ પણ લેશે

પ્રખર દેશભક્તિ અને જનસેવામાં કાર્યરત એવા આર.એસ.એસ. સામેના કોંગ્રેસના આક્ષેપોને સખ્ત શબ્દોમાં વખોડતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે,આર.એસ.એસ. એ છેવાડાના માનવીનું કલ્યાણ, સામાજીક સમરસતા, દેશને શક્તિ, સમૃદ્ધિ અને ગૌરવ અપાવવાના ધ્યેય અને વસુદૈવ કુંટુંમ્બકમની ભાવના સાથે પ્રકૃતિ અને હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સતત કામ કરતું એક સામાજીક સંગઠન છે. દેશહિત અને લોકહિતને ધ્યાનમાં રાખીને સંઘ ૩૯ પરીવારના પ્રકલ્પો સો દેશના ૮૨૦થી વધુ જીલ્લામાં ૧,૭૨,૦૦૦ થી વધુ સેવાકાર્યો સો કામ કરી રહ્યું છે.જો કોંગ્રેસ પોતાના ઈટાલીના ચશ્મા ઉતારશે તો તેને ચોક્કસ દેખાશે કે, આર.એસ.એસ. અે દેશભક્તિ, જનસેવા, સામાજીક સમરસતા માટે સતત કામ કરતું એક નિર્સ્વા સંગઠન છે. “કોંગ્રેસ જ્યાં સુધી ઈટાલીના ચશ્મા નહીં ઉતારે ત્યાં સુધી દેશની સંસ્કૃતિ,સભ્યતા, પરંપરા, આસ-શ્રદ્ધા કેન્દ્રો અને માનબિંદુઓ,માનચિત્રો વગેરેની સમજ-ર્દષ્ટિ નહીં આવે તેમ પંડ્યાએ જણાવ્યું હતું.

પંડયાએ જણાવ્યું હતું કે, “ભગવાનશ્રી રામનું અસ્તિત્વ નથી – આ કોંગ્રેસની સોચ અને એકશન છે. સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલની વરસી વાળીને તેને શહીદ ગણાવવો અને સર્જીકલ સ્ટ્રાઈક સમયે વિશ્વના બધાં દેશોએ ભારતની પ્રસંશા કરી ત્યારે કોંગ્રેસે પાકિસ્તાનની ભાષા બોલી હતી. સર્જીકલ સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થઈ પરંતુ કોંગ્રેસ અહીં કોમા જતી રહી હતી. એટલે સ્વાભાવિક છે કે, આ પ્રકારની વિચારધારા વાળી કોંગ્રેસને દેશભક્તિવાળુ સંગઠન આર.એસ.એસ.આંખના કણાંની જેમ ખૂંચે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.