- વિશ્ર્વના સૌથી મોટા દેશભકત સંગઠન એવા
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને વિજયા દશમીના શુભદિને 100 વર્ષ થશે પૂર્ણ
આરએસએસ જન્મજાત દેશભક્ત ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર (ડોક્ટર સાહેબ)નો કાલે જન્મ દિવસ છે.દેશમાં કાલગણના માટે ઘણી પદ્ઘતીઓ છે. પરંતુ આ પદ્ઘતી ઈ.સ.પહેલાની વૈદીક કાલગણના મુજબની ખુબ જ પ્રાચીન પદ્ઘતી છે. આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટીનું નિર્માણ કરેલુ. સમ્રાટ વિક્રમાદિત્ય દ્વારા વિક્રમી સંવતનો શુભારંભ, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક, દશાવતારમાં મત્સ્ય અવતાર અવતરણ,આ દિવસે સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્યસમાજની સ્થાપના થઈ. નવરાત્રીનો પ્રારંભ (શક્તિની આરાધના) તથા ભગવાન ઝુલેલાનો જન્મ દિવસ જેવા દિવસો છે. આજ દિવસે નાગપુરમાં એક મહાન દેશભકત ડો. કેશવરાવ બલીરામ હેડગેવારનો જન્મ થયો હતો.
માટીમાંથી મર્દોનું સર્જન કરનાર એવા મહાન ક્રાંતિકારી,ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર જે મહાપુરુષની પ્રેરણા અને જ્ઞાનને લીધે આપણને કાર્ય કરવાની પ્રેરણા જાગૃત થાય છે, કે જેમને આજે વર્ષો બાદ પણ આજે યાદ કરીએ છીએ જન્મજાત દેશભક્ત,ડો. કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મ ચૈત્ર સુદી એકમ-ગુડીપડવો વર્ષ પ્રતિપદા 1, એપ્રિલ 1889ના રોજ થયો હતો. ફકત બાર વર્ષની ઉંમરે માતા રેવતીબાઈ અને પિતા બલીરામજીનું હૃદયદ્રાવક અવસાન થયું. કાકા આબાજી હેડગેવારની છત્રછાયામાં બાળપણ વિતાવ્યુ. છત્રપતિ શિવાજી મહારાજની વાર્તાઓમાંથી સ્ફૂર્તિ પ્રાપ્ત કરી હતી.
તેઓમાં નાનપણથી જ દેશભકિતની દાજ : સીતાબરડી કિલ્લા ઉપરથી યુનીયન જેક ઉતારી ભગવો ધ્વજ ફરકાવવાની યોજના. નાનપણ સ્કુલમાં, વંદે માતરમ્ આંદોલનની શરૂઆત કરી. આખી હાઇસ્કુલમાં જરૂરી સફળતા. બંને નિવાસીય હાઇસ્કુલમાંથી બરતરફી થઇ. ત્યારબાદ યવતમાળ અને પૂનામાં શિક્ષણ પુરું કર્યા બાદ 1910માં કલકત્તામાં દાકતરીનો અભ્યાસ શરૂ કર્યો. આમ બંગાળ એટલે આખા ભારતનું ક્રાંતીકારી ઘર. આમ ચાલુ અભ્યાસે બંગાળી જીવન સાથે સમરસતા કેળવી લીધી. મહાન ક્રાંતીકારીઓ શ્યામસુંદર ચક્રવર્તી, મોતીલાલ ઘોષ, ’અમૃત બઝાર પત્રીકા’ ના સંપાદક અને તે સમયના ક્રાંતીકારી નેતાઓ સાથે ગાઢ પરિચય અને આ ક્રાંતીકારીઓ વડે દેશભકિતના કામમાં જોડાણા. આ ક્રાંતીકારીઓથી છુપી પોલીસ પણ થાકી જતા. 1914 માં એલ.એમ.એસ. ની પરીક્ષા પાસ કરી. બાદ એક વર્ષ સુધી કલકત્તામાં જ નિવાસ કરીને રહ્યા. 1916 માં નાગપુર પાછા ફરવું. નોકરી કે નિર્વાહની ચિંતા. 10 વર્ષનો મંથનકાળ, કોંગ્રેસ, હિંદુ મહાસભા તેમજ ક્રાંતીકારી દળો સાથે સામાજીક આંદોલનમાં પુરા જોશથી કાર્ય કર્યું. તેમના મનમાં સતત એક પ્રશ્ન ઊઠતો હતો કે દેશ ગુલામ કેમ બન્યો? નાગપુરમાં અસહયોગ સપ્તાહ ઉજવવા માટે નિમાયેલી સમિતિના મંત્રીઓમાં ડોકટરજી પણ હતા.
19ર0ના કોંગ્રેસના નાગપુર અધિવેશન વેળાએ ડોકટરજી કોંગ્રેસ સ્વયંસેવક દળના પ્રમુખ હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર હશે કે આ અધિવેશનમાં ” સ્થાપના અને દુનિયાના તમામ દેશોની પૂંજીવાદી શિકતઅદથી મુકિત” માંગણીના ઠરાવના જનક ” નેશનલ યુનિયન” ડોકટર હેડગેવાર જ હતા. બાદ 19ર1 માં અસહકાર આંદોલનમાં પહેલા કારાવાસ કર્યા બાદ તમામ દેશભકિતના આંદોલનમાં અને હિંદુ સમાજમાં શું ત્રુટી છે તે અંગેનું મનન કરી.
ઇ.સ. 19રપમાં વિજયાદશમીના શુભ દિવસે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. ફકત વાતો નહીં પણ વ્યકિત નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ ના સ્પષ્ટ વિચાર સાથે કોઇપણ કાર્યની શરૂઆત પોતાનાથી કરતા. અને એકવાર અમરાવતી નાગપુર રોડ પરેડ માટે આડગાંવથી 3પ માઇલ પગે ચાલીને ગયા. 1930માં સત્યાગ્રહમાં અકોલા જેલમાં કારાવાસ. બે વર્ષ કારાવાસમાં ફકત દેશભકિત, સંઘની ચિંતા. આમ સંઘની શકિત વધતી ગઇ. 193ર અને 34 માં મધ્યપ્રાંત સરકારે એક સરકારી પત્રક દ્વારા સંઘની ઉપર કરેલા આક્ષેપો અને તેનું યોગ્ય ખંડન કર્યું. દારીદ્રયની પરવા કર્યા વગર કાર્યમાં અગ્રેસર રહેવાની વૃતિ, તન, મન, ધનથી સેવા કરવાની. આમ પોતાના દેશભકિત કાર્યમાં શ્રેષ્ઠ ચરીત્ર રહ્યું હતું. શત્રુ પણ તેમને આંગળ ચીંધી ન શકે. ’લાંબુ જીવવાની મને ઇચ્છા નથી. મારું કાર્ય એ જ મારું જીવન છે.’ 1939માં સખત પરીશ્રમને હિસાબે બિમાર પડયા. ર0 જુન, 1940ના રોજ મૃત્યુ પહેલાના દિવસે સંઘ કાર્યની જવાબદારી મા. શ્રી ગુરૂજીને સોંપી અને આવા ઋષિતુલ્ય દેશભકતે ર1 જુન, 1940ના દિવસ નાગપુરમાં અવસાન પામ્યા.
ડોક્ટરે હિન્દુ સમાજ ની બુરાઈને પારખી ખરા અર્થ મા સચોટ દવા કરી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી આ સંગઠન આ વર્ષે 100વર્ષમાં પ્રવેશ કરેલ છે,આજે વિશ્વમાં શ્રેષ્ઠ સંગઠન નિર્માણ પામેલ છ