રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં ૭૫ સાધુ-સાઘ્વીજીઓના દર્શન કરી ભાગવતજીએ ધન્યતા અનુભવી
સોમનાથમાં ચિતન બેઠક પ્રસંગે ગુજરાત પધારે મોહન ભાગવતજી રાજકોટમાં આવતાં આજે સવારે ૧૦ કલાકે ખાસ રોયલ પાર્ક બિરાજીત રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ માર્ગદર્શન લેવા પધારવા જૈન સમાજના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. રોયલપાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાન્તભા શેઠ, સંઘપતિ નટુભાઇ શેઠ, ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઇ કોઠારી મયુરભાઇ શાહ આદિ એ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.
મોહન ભાગવતજી એ રાષ્ટ્રસંત પૂ. આશીર્વાદ લેતા કહ્યું હતું કે ભારત ભૌતિકતાથી લઇને આઘ્યાત્મિકતાની પરંપરાને અનુસરે છે. સત્યનો અનુરોધ કરીને સતય સાથે અનુસંધાન કરનાર જે સત્ય માર્ગે આગળ વધે છે. તે સંત છે. અને અઘ્યાત્મના ક્ષેત્રના રહેનાર આ સંત સમાજ આરએસએસનું શાશ્ચત નેતૃત્વ છે. અને આરએસએસના કાર્યકર્તા સંતોની કૃપા અને ઉપદેશના આધાર પર ચાલી રહ્યા છે.રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબે જણાવેલ કે સંતો અને સત્વશીલ લોકો હંમેશા સમાજ ઉત્થાનમાં અગ્રેસર હોય છે ભાગવતજી સત્વશીલ વ્યકિત છે. સત્ય હંમેશા સત્વને ખીલવે છે સત્યથી સર્જાયેલું સત્વ સ્વયમાં એક શકિત હોય છે.
ત્યારબાદ ભગવાતજી અને રાષ્ટ્રસંત રુમમાં એકાંતમાં ર૦ મીનીટ સુધી દેશવિકાસની ચર્ચા કરેલ. રોયલ પાર્ક સંઘના આંગણે ભાવગતજી સમસ્ત ૭૫ સાધુ સાઘ્વીજીના દર્શન કરી તેમણે પ્રભાવિત થઇ કહ્યું કે આજ મૈ ધન્ય હુઆ જૈનત્વ પ્રત્યે અહોભાવના પ્રગટ કરેલ.