પ્રેરણાત્મક અનુભવોનું આદાનપ્રદાન અને સંઘ કાર્ય દ્વારા રાષ્ટ્રકાર્યને વેગ પ્રાપ્ત થાય તે માટે સંગઠનના  રાજય કક્ષાના અધિકારીઓ સાથે બે દિવસીય ગોષ્ઠી યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય યોજનાના ભાગરૂપે સંઘનાં સરસંઘ ચાલકજી સંઘની વિવિધ બેઠકોમા ભાગ લેવા અને કાર્યકર્તાઓ સાથષ સંઘકાર્ય વિષે ચર્ચા અને ચિંતન કરવા માટે વિવિધ પ્રાંતોનાં પ્રવાસે આવતા હોય છે.

કોરોના વાયરસથી વ્યાપ્ત એક લાંબી વિપદાનો દેશે સફળતાપૂર્વક સામનો કર્યો છે જે.દરમ્યાન સંઘના કાર્યકરો છેલ્લા એક વષૅ જેવા સમયથી સમાજની અવિરત સેવામાં કાર્યરત છે. સંઘ કાર્ય દ્વારા રાષ્ટ્રકાર્યને વેગ પ્રાપ્ત મળે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પ્રાપ્ત થાય સાથે સમાજમાં સેવા કાર્ય થકી થયેલા પ્રેરણાત્મક અનુભવોનું આદાન પ્રદાન થાય એ હેતુસર બે દિવસ સંઘના રાજય અને જિલ્લા સ્તરના કાર્યકર્તાઓ પૂ. સરસંઘ ચાલકજી સાથે રાજકોટ ખાતે બેઠક કરશે અને સમાજની પ્રવર્તમાન પરિસ્થિતિ વિષે ચર્ચા કરશે. મોહન ભાગવત કાલે તા.૨૨ના સાંજે પહોચ્યા બાદ કાર્યકર્તાઓનાં ઘરે ભોજન અને નિવાસ કરશે. બાદમાં તા.૨૩ અને સાથે બેઠક કરશે બાદમાં તા.૨૫ના રોજ સંઘના પ્રચારકોનાં પરિવારજનોને મળશે અને બપોરના ભોજન બાદ કર્ણાવતિ જવા રવાના થશે.હાલમાં કોરોનાનો કાલખંડ ચાલી રહ્યો હોઈ અને સોશ્યલ ડિસટન્સની મર્યાદાના પાલનનાં ભાગરૂપે અન્ય કોઈ પ્રેસવર્તા સાક્ષાત્કાર કે અન્ય કોઈ કાર્યક્રમમાં સરસંઘચાલક ભાગ લેશે નહી.

કોરોનાકાળમાં થયેલા તમામ સેવાકાર્યો અને નુકસાનની રજેરજની વિગતો મેળવશે

મોહન ભાગવત આવતીકાલે સાંજે રાજકોટ પધારશે. તેઓ રાત્રે પ્રચારક પ્રવીણસિંહ રાઠોડના નિવાસ સ્થાને રોકાણ કરશે. બાદમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં તા.૨૩ અને ૨૪ બે દિવસિય ચર્ચાના સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં તેઓ હાજર રહેશે. જેમાં તેઓ સંગઠનના રાજ્ય કક્ષાના અધિકારીઓ પાસેથી કોરોના કાળમાં થયેલા સેવાકાર્યો અને નુકસાનની તમામ વિગતો મેળવશે. ઉપરાંત ૨૫મીએ તેઓ આરએસએસના અંદાજે ૨૫ જેટલા પ્રચારકોના પરિવારને મળશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.