અયોઘ્યામાં નીજ મંદિરમાં આગામી રરમી જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રીરામને બિરાજમાન કરવામાં આવશ. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશનો એક એક નાગરીક રામમંદિરના ઉત્સવમાં સામેલ થાય તે માટે આર.એસ.એસ. દ્વારા આગામી 1 થી 1પ જાન્યુઆરી દરમિયાન વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. સંઘના કાર્યકરો ગામડે ગામડે, ઘરે-ઘરે જઇ લોકોને ભગવાન શ્રી રામની છબી અને અક્ષત (ચોખા) આપી રામ ભગવાનના દર્શન માટે આમંત્રણ આપશે.
સંઘના કાર્યકરો ઘર-ઘર અને ગામ ગામ જઇ રામ મંદિરનું ચિત્ર અને અક્ષત આપશે
અયોઘ્યામાં સરયુ નદીના કાંઠે ભગવાન શ્રીરામનું ભવ્યાતિ ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. વિશ્ર્વભરના રામભકતોને અયોઘ્યા તરફ આકર્ષવા માટે અયોઘ્યામાં ભવ્ય રેલવે સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રામમંદિર સમિતિ દ્વારા આગામી રરમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રામલલ્લાને નીજ મંદિરમાં પ્રસ્થાપિત કરશે. અનેક વિવાદ અને લાંબી કાનુની અડચણ બાદ દાયકાઓ બાદ ભગવાન શ્રીરામ અયોઘ્યામાં મુળ અને બિરાજમાન થઇ રહ્યા છે. ત્યારે દેશભરમાં ધર્મોત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દેશનો એક એક નાગરીક ઐતિહાસિક ઘડીમાં સામેલ થાય તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 1 થી 1પ જાન્યુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.
સંઘના કાર્યકરો દેશભરમાં ગામડે ગામડે, ઘરે ઘરે જઇને તમામ લોકોને અયોઘ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની તસ્વીર અને અક્ષત ભાવિકોને આપવામાં આવશે. સાથો સાથ અયોઘ્યામાં ભગવાન શ્રી રામના દર્શન માટે પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવશે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાતના સંતો મહંતોને રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા આમંત્રણ પાઠવશે.