કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને આરોગ્ય વિભાગના ટોચના અધિકારીઓ ઉ૫સ્થિત રહેશે
ઇન્ચાર્જ કલેકટર અનિલ રાણાવસીયા, તબીબી અધિક્ષક મનીષ મહેતા સહીતનાએ નવનિર્મિત હોસ્પિટલની મુલાકાત લઇને વ્યવસ્થા સંદર્ભે સમીક્ષા કરી
રાજકોટ અને સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આર્શીવાદ રુપ રૂા ૧૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલું સીવીલ સુપર સ્પેશીયાલીસ્ટનું આગામી ર૮મી ડીસેમ્બરના રોજ લોકાપર્ણ થવા જઇ રહ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, આરોગ્ય અગ્રસચિવ જયંતિ એસ. રવિ સહીત રાજયનું આરોગ્ય વિભાગ હાજર રહેશે. જેના પગલે આજરોજ ઇન્ચાર્જ કલેકટર અનિલ રાણાવસ્યા તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા નવ નિર્માણ બીલ્ડીંગની મુલાકાત લઇ આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ શરુ કરી છે.
રાજકોટ શહેરને વરદાન રુપ મળેલા એઇમ્સ પહેલા સીવીલ હોસ્પિટલમાં રૂા ૧૫૦ કરોડના ખર્ચે બનેલા પીએમએસએસવાય સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલનું કામ પૂર્ણ થયા બાદ લોકાપર્ણન તપ્તરતાથી શરુ જોવામાં આવી રહી હતી. ત્યારે આગામી ર૮મી ડિસેમ્બરના રોજ લોકાર્પણનું ગાંધીનગર ખાતેથી નિર્ણય લેવામાં આવ્યો હતો.
પીએમએસએસવાય સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ કુલ રૂા ૧૫૦ કરોડના ખર્ચે ૬ માળમાં બનવા પામી છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર ડાયાબીટીસ, ફર્સ્ટ ફલોર પર યુરોલોજી અને નેફોલોજી વિભાગ સેક્ધડ ફલોર પર કાર્ડપાક, થર્ડ ફલોર પર ન્યુરો એન્ડ ફીઝીશ્યન વિભાગ, ફોર્થ ફલોર પર બર્ન્સ વોર્ડ, પાંચમાં ફલોર પર આઠ ઓપરેશન થિયેટર અને સાથે કેથલેબ અને આખરી ફલોર પર સીએસએચડી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. રાજકોટ સીવીલ હોસ્પિટલ ફકત રાજકોટ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર છે. ત્યારે સુપર સ્પેશિયાલીસ્ટ બ્લોકના લોકાર્પણ બાદ દર્દીઓને વધુ સારી સારવાર પુરી પાડવામાં આવશે.
આગામી ર૮મી ડીસેમ્બરના સાંજના પ કલાકે પીએમએસએસવાય સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે લોકાર્પણમાં કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલનું રીબીન કાપી લોકાર્પણ કરશે. ત્યારે નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે રાજયના આરોગ્ય અગ્રસચિવ જયંતિ એસ. રવિ, આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સહીત રાજયભરનું આરોગ્ય વિભાગ લોકાર્પણમાં ઉ૫સ્થિત રહેશે.
પીએમએસએસવાય સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ લોકોર્પણનો સમય ખુબ નજીક હોય ત્યારે તબીબી અધિક્ષક અને મેડીકલ કોલેજ સહીતના સ્ટાફ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ઇન્ચાર્જ કલેકટર અનિલ રાણાવસ્યા અને તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ સુપર સ્પેશીયાલીસ્ટની મુલાકાત લઇ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ચર્ચાઓ કરી હતી.
સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ માટે ૨૫૦નું મહેકમ મંજુર
ર૮મી ના રોજ લોકાર્પણ માટે તૈયાર સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ માટે રપ૦નું મહેકમ પણ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં વર્ગ ૧ થી ૪ તમામ અધિકારીઓનો સમાવેશ થઇ રહ્યો છે. જેના માટે ભરતી પ્રક્રિયાઓ પણ શરુ કરી દેવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજીથી સજજ પીએમએસએસવાય સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલને સ્ટાફની પણ ભેટ મળીરહે છે. હાલ સીવીલ હોસ્પિટલ પાસે ૧૦ સુપર સ્પેશીયાલીસ્ટ તબીબો છે જે તમામ નવી હોસ્પિટલમાં કાર્ય કરશે.