જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન પોલીસ સ્ટેશનો, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, ભેસાણ પોલીસ સ્ટેશન અને બીલખા પોલીસ સ્ટેશનોમાં થાણા અમલદારો દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, આશરે સવા ચાર કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો.
જે ભૂતકાળમાં નાશ કરવામાં આવેલ વિદેશી દારૂની સરખામણીમાં વિક્રમ જનક નિકાલ કરવામાં આવેલ છે.વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એસડીએમ. ભૂમીબેન કેશવાલા, મામલતદાર તન્વી ત્રિવેદી તથા નશાબંધી અધિક્ષક જાડેજા, જૂનાગઢ ડિવિઝનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની હાજરીમાં કરવામાં આવેલ હતી.
વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 124 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 7644 કિંમત રૂ. 37,39,70/-, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કુલ 123 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 13079, કિંમત રૂ. 50,18,310/-, વિસાવદર પોલીસ સ્ટેશનના કુલ 45 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 3993 કિંમત રૂ. 16,32,020/-, તાલુકા પોલીસ સ્ટેશનના કુલ 76 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 37545 કિંમત રૂ. 1,46,09,250/-, ભેસાણ પોલીસ સ્ટેશનના કુલ 57 ગુન્હાની વિદેશી દારૂની બોટલો નંગ 21420 કિંમત રૂ. 81,22,580/-, બીલખા પોલીસ સ્ટેશનના કુલ 26 ગુન્હાની વિદેશી દારૂ બોટલો નંગ 24520, કિંમત રૂ. 83,54,660/- મળી, જૂનાગઢ ડિવિઝનના કુલ 488 ગુન્હાની વિદેશી દારૂની બોટલ નંગ 1,09,174, કુલ કિંમત રૂ. 4,17,92,621/- ના વિદેશી દારુના મુદ્દામાલ પર રોલર ફેરવી અને સરકારી ખરાબાની જમીનમાં ખાતે નાશ કરવામાં આવેલ હતો.