કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાના પ્રમુખ સ્થાને યોજાનાર કાર્યક્રમમાં સાંસ્કૃતિક વિભાગના કમિશ્નર, મેયર, સાંસદો, ધારાસભ્યો, સંગીતનાટક અકાદમીના ચેરમેન તેમજ રાજકીય અગ્રણીઓ વગેરે રહેશે ઉ5સ્થિત
ગુજરાત રાજય સરકાર દ્વારા નિર્મિત અને સાંસ્કૃતિક યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને સરગમ કલબ દ્વારા સંચાલીત હેમુ ગઢવી હોલનું 6 કરોડ રૂપિયાના ખચેૃ નવનિર્માણ કરવામાં આવ્યું છે. અને નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
આ નવનિર્મિત હોલનો ઉદઘાટન સમારોહ આગામી તા. 17ને શુક્રવારે સાંજે 6 વાગ્યે રાખવામાં આવ્યો છે આ હોલનું ઉદઘાટન રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, સમારોહમાં પ્રમુખ સ્થાને કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા ઉ5સ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન પદે યુવક સેવા સંસ્કૃતિક વિભાગના કમિશ્નર પી.આર.જોશી (આઇ.એ.એસ) મેયર પ્રદીપભાઇ ડવ, સંસદસભ્ય રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડન ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, બક્ષીપંચ મોરચાના અઘ્યક્ષ ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી, સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટ, જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પુજારા ટેલીકોમના યોગેશભાઇ પુજારા અને ડી.એમ.એલ. ગ્રુપના હરીશભાઇ લાખાણી વગેરે ઉપસ્થિત રહેશે.
તેમણે કહ્યું હતું કે ઉદધાટન સમારોહ થયા બાદ 9.00 વાગ્યા સુધી સંગીત સંઘ્યા રાખવામાં આવી છે.આ સંગીત સંઘ્યામાં સુરોજીત ગુહા (ચેન્નાઇ) સંગીતા મેલેકર (મુંબઇ) નીલીમા ગોખલે (મુંબઇ), ગોવિંદ મિશ્રા (મુંબઇ) મોહસીન શેખ (અમદાવાદ) વગેરે ધુમ મચાવશે. આ પ્રસંગે મ્યુઝીક મેલોઝ ઓરકેસ્ટ્રાના રાજુભાઇ ત્રિવેદી જમાવટ કરશે.
આ કાર્યક્રમની સફળતા માટે ગુણવંતભાઇ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, જયસુખભાઇ ડાભી તેમજ બન્ને કલબના કમીટી મેમ્બર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.