દારૂબંધીના કડક અમલ વચ્ચે પકડાયેલો !!

છ માસમાં શહેર પોલીસે ૫૦૦ સ્થળે દરોડા પાડી ૭૮,૬૪૬ બોટલ પર રોડ રોલર ફેરવ્યું

રાજયમાં દારૂ બંધીનો કડક અમલ અન્વયે શહેર પોલીસે છેલ્લા છ માસમાં પકડી પાડેલો રૂા.૩.૦૯ કરોડની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કોર્ટના આદેશ અનુસાર સોખડા-નાકરાવાડી ગામ વચ્ચે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો છે.

શહેર પોલીસ દ્વારા વર્ષ ૧૯ થી ૨૦માં ૧ વર્ષ દરમિયાન ક્રાઈમ બ્રાંચે ૧૬૭ સ્થળે દરોડો પાડી રૂા.૩.૬૮ કરોડની કિંમતનો ૧,૦૪,૮૬૦ બોટલ દારૂ-બિયર, ઝોન-૧ હેઠળના પોલીસ મથક દ્વારા ૨૮૬ સ્થળે દરોડો પાડી રૂા.૧.૫૧ કરોડની કિંમતનો ૪૨,૪૦૬ બોટલ દારૂ-બિયર અને ઝોન-૨માં પોલીસ મથક દ્વારા ૨૦૭ સ્થળે દરોડો પાડી રૂા.૫૧.૩૧ કરોડની કિંમતનો ૧૩૦૪૫ બોટલ દારૂ-બિયર મળી કુલ રૂા.૫.૭૦ કરોડની કિંમતનો ૧,૬૦ લાખ બોટલ દારૂ-બિયરનો જથ્થો અદાલતના હુકમથી અગાઉ નાશ કરવામાં આવ્યો હતો.

જયારે શહેર પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૦ના છેલ્લા છ માસ દરમિયાન ક્રાઈમ બ્રાંચે ૯૭ સ્થળેથી રૂા.૧.૮૬ કરોડની કિંમતનો ૪૬,૧૮૧ બોટલ દારૂ-બિયર પકડી પાડેલ જયારે ઝોન-૧ હેઠળના પોલીસ મથક દ્વારા ૨૫૬ સ્થળે દરોડો પાડી ૧,૦૫ કરોડની કિંમતનો ૨૮,૩૫૯ બોટલ દારૂ-બિયર કબજે કરેલો તેમજ ઝોન-૨ હેઠળના પોલીસ મથકો દ્વારા ૧૪૭ સ્થળે દરોડો પાડી રૂા.૧૬.૬૪ લાખની કિંમતનો ૪૧૦૬ બોટલ દારૂ-બિયર મળી કુલ ૫૦૦ સ્થળેથી રૂા.૩.૦૯ કરોડની કિંમતનો ૭૮,૬૪૬ બોટલ દારૂ-બિયરનો કબજે કરેલો જથ્થો કોર્ટના હુકમથી સોખડા-નાકરાવાડી ગામ વચ્ચે રોડ રોલર ફેરવવામાં આવ્યું છે.

શહેર પોલીસ દ્વારા સને ૨૦૨૦માં આશરે ૬ મહીના દરમ્યાન શોધી કાઢવામાં આવેલ પ્રોહીબીશનના ગુન્હાઓમાં કબજે કરવામાં આવેલ ઈંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો જે કોર્ટનો હુકમ મેળવી રાજકોટ શહેરના સોખડા ગામ અને નાકરાવાડી ગામ વચ્ચેની સીમ ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ, નશાબંધી અને આબકારી ખાતાના ઈન્ચાર્જ અધિક્ષક એ.જી.ગોહિલ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.