અમરેલી જીલ્લામાં ૭૨ પ્રા.શિક્ષકોની નિમણુક થઈ તેમાંથી ૫૦ શિક્ષકો રાજુલા તાલુકામાં મુકાયા
રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય માર્ગો એકદમ બિસ્માર હાલતમાં હતા. વર્ષોથી આ માર્ગોનું નવિનીકરણ કરાયું ન હતું. માત્ર ને માત્ર થીગડા કરી કામ ચલાવાતું હતું. આ રસ્તાઓ પરથી પસાર થનારા હજારો ગ્રામ્યવાસીઓ, બળદગાડાથી ખેતર-વાડીએ આવન-જાવન કરતા અબોલ વૃદ્ધ ખેડુતો આવા બિસ્માર માર્ગોથી ભારે પરેશાની અનુભવતા હતા અને સમયાંતરે જે-તે પક્ષોના મહાનુભાવો પાસે આ માર્ગો રીપેર કરાવવા માટે આજીજી કરતા હતા. પરંતુ સતાનામદમાં રચ્યા પચ્યા રહેતા શાસકોએ હજારો ગ્રામ્યવાસીઓની આજીજીની પરવા કરી ન હતી.
આ પ્રશ્ર્ને ત્રણેય તાલુકાના ગામોમાં જવાબદાર પદાધિકારીઓ સામે ભારે રોષ ફેલાયો હતો અને ગત વિધાનસભાની ચુંટણીમાં લોકોએ પોતાનો રોષ મતદાન‚પી આંચકાથી ઠાલવી પણ દીધો હતો. રાજુલામાં હાલ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના અંબરીષ ડેર કાર્યરત છે. તેમણે આ ત્રણેય તાલુકાને રસ્તાના પ્રશ્ને કડક વલણ અખત્યાર કરી રાજય સરકારમાં ડેપ્યુટી સી.એમ. નિતીનભાઈ પટેલ સમક્ષ રજુઆતો કરી કે રાજુલા-જાફરાબાદ, ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અત્યંત બિસ્માર હાલતમાં છે.
અહીંથી ટુ-વ્હીલ, ફોર વ્હીલ, એસ.ટી.બસ, એમ્બ્યુલન્સ, બળદગાડાઓને ચલાવવામાં જાનનું જોખમ રહેલું હોય આવા બિસ્માર માર્ગો સત્વરે નવા બનાવો. રાજય સરકારે આ માર્ગોની બિસ્માર હાલત જાણી ધારાસભ્ય અંબરીષ ડેરે કરેલી રજુઆત પછી દરિયાકાંઠાના વિકટરથી લઈને આસરાણા ચોકડી સુધીનો ૧૯ કિમીનો રસ્તો કે જે એકદમ બિસ્માર હાલતમાં હતો અને ૧૮ જેટલા ગામો સ્પર્શતો હતો.
તે માર્ગ રૂ.૨૩ કરોડ ૯૮ લાખનાં ખર્ચે નવો બનાવવાનો નિર્ણય લેતા આ માર્ગ ઉપર આવતા વિકટર, ડુંગર, મંડળ, મોરંગી, નાના મોટા મોભીયાણા, નેસડી, ડુંગરપરડા, ડોળીયા, સાજણવાવ સહિતના ગામોને જોડતો હવે આ નવા માર્ગના રૂપમાં ‚પાંતરિત થશે જેનો લાભ આ માર્ગે આવતા ૧૮ જેટલા ગામોના હજારો ગ્રામ્યવાસીઓ, વિદ્યાર્થીઓ, રાહદારીઓને મળશે. આ ગામોમાં ધારાસભ્ય અંબરીષ ડેર પ્રત્યે અહોભાવની લાગણી જન્મયાનું અનેકવિધ ગામના આગેવાનોએ જણાવ્યું હતું.