ઉના માર્કેટયાર્ડ ખાતે કિશાન કલ્યાણ મહોત્સવ ઉજવાયો

ઉના માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલ જિલ્લાકક્ષાના કિશાન કલ્યાણ મહોત્સવમાં પૂર્વમંત્રી જશાભાઈ બારડે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ખેડુતોને ટ્રેકટર, થ્રેસર, રોટાવેટર, ઓટો સીમ ડ્રમ ફલ્ટીલાઈઝર ડ્રીલ, એમ.બી.પ્લાઉ, તાલપત્રી, પમ્પસેટ, પીવીસી પાઈપ લાઈન, પાક સંરક્ષણ સાધન સહિતના ખેત ઓજારો અને સિંચાઈ હાર્વેસ્ટ ખરીદવા ૪૦૭૮ ખેડુતોને કુલ રૂ.૮૨૩ લાખની સહાય ચુકવવામાં આવી હતી. સાંસદ ચુનીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે ખેડુતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. ટપક સિંચાઈ યોજનાથી ખેતી કરવાથી તેમજ જૈવિક ખાતરના ઉપયોગથી ઉત્પાદનમાં વધારો થશે અને ખેતી ખર્ચ ઓછો થશે. આ પ્રસંગે આત્મા બેસ્ટ ખેડુત એવોર્ડ શાણાવાકીયાના પ્રગતિશીલ ખેડુત પુનાભાઈ ચોવટીયા, નાળીયેરી મોલીનાં ઈશ્ર્વરભાઈ ડોબરીયાને દાડમની ખેતી અંગે અને વરસીંગપુરના હરેશભાઈ બારૈયાને શાકભાજીની ખેતી અંગે સન્માનપત્ર, રૂ.૧૦,૦૦૦નો ચેક અને શાલ ઓઢાડી મહાનુભાવોનાં હસ્તે સન્માન કરાયું હતું. દેલવાડનાં બાગાયત ખેતી કરતા ખેડુત છગનભાઈ ગુજજરે જૈવિક ખાતર અને ગૌમુત્રથી ખેતી કરવાથી થતા ફાયદા જણાવ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિક કલ્પેશ ભુરીયા, રમેશ રાઠોડે ખેડુતોને જૈવિક ખાતર વાપરવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ નહિવત કરવા અને ખેડુતો જાતે માર્કેટીંગ કરે તે જ‚રી છે તેમ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.