મુંબઇ અને વલસાડના શખ્સોએ ડ્રેસ મટિરિયલ્સ મગાવી પેમેન્ટ ન ચુકવ્યું
જેતપુરના ડ્રેસ મટિરિયલના વેપારી પાસેથી મુંબઇ અને વલસાડના શખ્સોએ ડ્રેસ મટિરિયલની ખરીદી કરી રૂ.૭૪ લાખનું પેમેન્ટ ન ચુકવી ઠગાઇ કર્યાની ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના દેસાઇવાડીમાં રહેતા અને ડ્રેસ મટિરિયલનો વ્યવસાય કરતા ગીરીશભઆઇ વજુભાઇ સાકરીયાએ વલસાડના સંજય ઉર્ફે પ્રદિપ કરણ બાંકે, મુંબઇના આલોક જૈન અને પંકજ માલવીયા સામે રૂ.૭૪ લાખની છેતરપિંડી કર્યાની જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઇવી છે.
સંજય ઉર્ફે પ્રદિપ, આલોક જૈન અને પંકજ માલવીયાએ પૂર્વ યોજીત કાવત‚ રચી ગત તા.૪-૧૦-૧૭ના રોજ ગીરીશભાઇ સાકરીયાને વિશ્વાસમાં લઇ ડ્રેસ મટિરિયલ ઉધારીમાં ખરીદ કરી રૂ.૭૪ લાખનું પેમેન્ટ આજ સુધી ન ચુકવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જેતપુર પી.એસ.આઇ. વી.એ.પરમાર સહિતના સ્ટાફે ગીરીશભાઇ સાકરીયાની ફરિયાદ પરથી વલસાડ અને મુંબઇના ત્રણેય શખ્સો સામે રૂ.૭૪ લાખની ઠગાઇ અંગેનો ગુનો નોંધી તપાસ હથધરી છે.