સાયલા પાસે ટેન્કરમાંથી ૬૧૬૫ બોટલ દારૂ અને દશાડામાં ટ્રકમાંથી ૩૨૩૮૨ બોટલ શરાબ સાથે એક પકડાયો: રૂ.૧.૧૬ કરોડનો મુદામાલ કબ્જે
સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયાની મળેલી માહિતીના આધારે આર.આર.સેલે સાયલા પાસેથી અને સ્થાનિક પોલીસ દસાડા પાસેથી વિદેશી દારૂના રૂ.૭૧ લાખનો જથ્થો ઝડપી લેવા બુટલેગરમાં ફફડાટ મચી ગયો છે.
સાયલા નજીક આવેલી હોટલના પાર્કિંગમાં રહેલા ટેન્કરમાંથી ૬૧૫૬ બોટલ દારૂ સાથે ચાલકની જયારે દસાડા પાસેથી ટ્રકમાંથી નાની મોટી ૩૨૩૮૨ બોટલ દારૂ મળી રૂ.૧.૧૬ કરોડનો મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સની શોધખોળ આદરી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જમાંપ્રોહી જુગારની બદી નાબુદ કરવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન. પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. કૃણાલ પટેલ તથા સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલી કે સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલાની રામદેવ હોટલનાં પાર્કિંગમાં ટેન્કર પડેલું છે.તેમાં ઈગ્લીશ દારૂ ભરેલું છે જે હકિકત મળતા જગ્યાએ દરોડો પાડી ટેન્કરમાં છુપાવી સંતાડી રાખેલ અલગ અલગ બ્રાંડની ઈગ્લીશ દારૂની નં. ૬૧૫૬ કિ. રૂ. ૨૪૬૨૪૦૦ તથા ટેન્કર નં. જી.જે.૦૮ વાય ૯૫૧૦ કિ. રૂ. ૨૫૦૦૦૦૦ તથા મળી કુલ ૪૯૬૨૪૦૦નો મુદામાલ કબ્જે કરેલ ટેન્કરનો ડ્રાઈવર બાડમેરનો રામાપ્રકાશ ક્રીષ્ણ ધનારામ જાગુ જાતે બીસનોઈ અટક કરી તેમજ સદર ઈગ્લીશ દા‚નો જથ્થો ભરીને મોકલનાર જીતુસીંગ તથા સૈતાનસીંગ રે. સાંચોર રાજસ્થાન વાળા તમામ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આર.આર.સેલ રાજકોટ ચલાવી રહેલ છે.
જયારે બીજો દરોડો દસાડામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિલીપકુમાર મેઘાણીની સૂચના પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર કે.કે. કળોતરા તથા વગેરે સ્ટાફે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે વડગામ રોડ ઉપર ટ્રક નંબર આર.જે.૭ જીએ ૧૭૯૮માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ઈગ્લીશ દારૂ ભરી નીકળતા હોવાની બાતમીના આધારે ટ્રકનો પીછો કરી રોકી ચેક ક્રતા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતીય ઈગ્લીશ દારૂ નાની મોટી ૩૨૩૮૨ કિંમત રૂપીયા ૪૬૮૫૪૦૦ તથા ટ્રક કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦ અને મોબાઈલ એક કિ. રૂ. ૫૫૦૦ મળી કુલ રૂ. ૬૬૯૦૯૦૦ના મુદામાલ સાથે ડ્રાઈવર કેશારામ રામારામ પુરખારામ બાડમેર રાજસ્થાન વાળા પકડી પાડી વધુ તપાસ દસાડા પોલીસ ચલાવી રહી છે.