ધોરાજી – જુનાગઢ નબળા રોડને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હતા. જેમાં ચાર ચાર લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. ઉપરાંત રોડના પ્રશ્ર્ને ધોરાજીના જાગૃત નાગરીક રાજુભાઇ એરડાએ પ્રગતિઓનું અંતર્ગત ડામર કામ કરવા પ્રશ્ર્ન રજુ કરેલ. જેમાં પ્રાંત અધિકારી ગોવિંદસિંહ રાઠોડએ સત્વરે આર.એમ.સી. વિભાગને સુચના આપેલ અને અધિક્ષક ઇજનેર દેખરેખ હેઠળ ધોરાજી સરદાર ચોકથી જુનાગઢ રોડ તોરણીયા પાટીયા સુધી ૮ કી.મી. નો સ્ટેટ હાઇવે ‚ા ૬ કરોડના ખર્ચે નવો બનાવવા માટે કામ હાથ કરાયું છે.
નવા રોડના કામની શરુઆતમાં આર.એમ.સી. ના અધિકારીગણ ઉપરાંત અરજદાર રાજુભાઇ એરડા, કિશોરભાઇ રાઠોડ, જાડેજસર, નયન કુકડીયા, મુનાફભાઇ સહીત સામાજીક અગ્રણીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.