ભેંસાણ પંથકના ખેડુત સોયાબીન વેચવા આવ્યા ‘તા: સીસીટીવી ફૂટેજમાં બેલડી કેદ
ગોંડલ નવા માર્કેટ યાર્ડ ખાતે પાર્ક કરેલા માલવાહનમાંથી રૂ.4 લાખની તફડચી કરવાના બનાવમાં સીટી પોલીસ મથકના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે બે શખ્સોની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના રાણપૂર ગામે રહેતા સવજી ભીખાભાઈ ઢોલરીયા નામના પ્રૌઢના સ્વરાજ મઝદામાંથી રૂ.4 લાખ રોકડની ચોરી ગયાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં ગત તા.13 ઓકટોબરના રોજ ચણાકા ગામના મુકેશભાઈ રામાણીના સોયાબીન ભેંસાણથી ભરી ગોંડલ માર્કેટ યાર્ડમાં ગેલ કૃપા ટ્રેડીંગ કાૃં વેચાણ માટે લાવેલા હતા.જે માલ પેટે એડવાન્સ રૂ.4 લાખ લીધેલા તે રકમ માલવાહન ડ્રાયવરની શીટની પાછળ રાખી અને વાહનમાં ખાલી બારદાન ભરવા માટે ગયેલ ત્યાં પાર્ક કરેલા વાહનમાં કોઈ જાણભેદુએ ડ્રાઈવર શીટની પાછળ રાખેલા રોકડા રૂ.4 લાખનું બંડલ તફડાવી ગયાનું જણાવ્યું હતુ. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ઘટના સ્થળે દોડી જઈ માર્કેટ યાર્ડના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં સ્વરાજ મઝદામાંથી એક શખ્સ ઉતરતો અને ટુ વ્હીલર્સમાંબેસીને નાશી જતા દેખાતા તેના આધારે સીટી પોલીસ મથકના સ્ટાફે તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે.