મહારાષ્ટ્ર પોલીસે એન્ટી નારકોટિક્સ ટીમે બુધવારે વકોલા વિસ્તારમાંથી ફેંટનાઈલ નામની પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ચાર લોકોની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ. 1,000 કરોડની અંદાજવામાં આવી છે.
નારકોટિક્સ વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આરોપીઓનું નામ સલીમ ડોલા, ઘનશ્યામ સરોજ, ભાઈ ચંદ્રમણી અને સંદીપ તિવારી છે. આરોપી ડ્રગ્સને અન્ય દેશમાં વેચવાની તૈયારી કરી રહ્યા હતા. તે માટે તેઓ દલાલોના સંપર્કોમાં પણ હતા.
આરોપીઓએ કોર્ટમાં દાવો કર્યો છે કે, તેમની પાસેથી જપ્ત કરવામાં આવેલો પદાર્થ ફેંટાનાઈલ નથી. તે ઉપરાંત તેમની પાસે તેની ખરીદીના કોઈ દસ્તાવેજ પણ નથી. ફેંટાનાઈલનો ઉપયોગ એનેસ્થેસિયા અને કેન્સરની સારવારમાં કરવામાં આવેછે. નશા માટે તેને કોકીન અને હેરોઈનમાં મિક્સ કરવામાં આવે છે.