કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, ડીડીઓ અનિલ રાણાવસીયા, ધારાસભ્યો અરવિંદભાઈ રૈયાણી અને લાખાભાઈ સાગઠીયાની પ્રેરક હાજરી
રાજકોટના માર્કેટયાર્ડ, બેડી ખાતે જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસને યોજાયો હતો. જેમાં ૪૪૩૬ લાર્ભાીઓને રૂા.૩૧૭ લાખની વિવિધ સહાય ચેક, કીટ સ્વરૂપે મહાનુભાવાોના હસ્તે મુખ્ય અને ૪૦ પેટા સ્ટેજ ઉપરી આપવામાં આવી હતી.
આ તકે મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યુ હતુ કે, રાજયમાં સતત ૧૧ વર્ષી યોજતા ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી ઓને વિવિધ સહાય આપવામાં આવી રહી છે. આ વર્ષે કીટમાં વધારે કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજેયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વિવિધ યોજનાના લાભો સીધા જ લાભાર્થીઓને મળી રહયો છે. લાભાર્થીઓને સુવિધાઓમાં વધારો થાય તે રીતે લાભ અપાઇ રહયા છે. જેનાથી રાજયનો સર્વાંગી વિકાસ થશે. તેમજ કેન્દ્ર સરકાર દ્રારા રાજકોટને એઇમ્સ હોસ્પિટલ રૂા.૧૨૦૦ કરોડના ખર્ચે અપાશે. જેનો લાભ સૌરાષ્ટ્રની પ્રજાને મળશે. ગુજરાતના વિકાસમાં સૌ લાભાર્થીઓ સહયોગી બને તેવી શુભેચ્છા મંત્રીએ લાભાર્થીઓને પાઠવી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી અને લાખાભાઇ સાગઠિયા, એે.પી.એમ.સી.ચેરમેન ડી.કે.સખિયા, પૂર્વ મંત્રી જશુમતીબેન કોરાટ, અગ્રણી ગોવિંદભાઇ રાણપરિયા, અનિલભાઇ ડાભી, હરદેવસિંહ જાડેજા, મનુભાઇ મહેતા, ડી.આર.ડી.એ નિયામક જે.કે.પટેલ, મદદનીશ કલેક્ટર ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થી ઉપસ્તિ રહયા હતા. આભાર વિધિ પ્રાંત અધિકારી જસવંત જેગોડાએ કરી હતી.