ધોરાજી જૈન સ્થાનકવાસી સંઘ સંચાલિત પ્રભુલાલ મુલજી મહેતા-જૈન ઉપાશ્રય ખાતે ૨૦૧૬થી જૈન ભોજનાલયનો પ્રારંભ કરાતા ચારે ફિરકાના ભાઈ-બહેનો લાભ લઈ રહેલ છે. રોજ બપોરે શુઘ્ધ, સાત્વિક ભોજન પીરસવામાં આવે છે. તેમજ ટિફિન આપવામાં આવે છે. તાજેતરમાં ચાતુર્માસ બિરાજમાન તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના કૃપાપાત્રી મુકત-લીલમ-ભદ્ર ગુરુણીના પ્રવચન પ્રભાવિકા હસ્મિતાજી મ.સ.ની પ્રેરણાથી ધોરાજી નિવાસી હાલ કલકતા હરકુંવરબેન રતિલાલ શાહ તરફથી રૂા.૩ લાખનું દાન અર્પણ કરાયું છે. તેમજ પારસમૈયા ગુરુભકતે રૂા.૩૧ હજાર અને અન્ય દાતાઓએ મિષ્ટ ભોજન અને સાદા ભોજનની તિથિનો લાભ લીધેલ. પૂ.જયંતિલાલ મ.સા.નું પ્રથમ ચાતુર્માસ ધોરાજીમાં થયેલ તે સ્મૃતિમાં દશેરાના જન્મદિનની ખુશાલીમાં અનંતભાઈ શાહે લાભ લીધેલ છે. સંઘપ્રમુખ શરદભાઈ દાસાણી, કમલભાઈ મોદી વગેરે સુંદર વ્યવસ્થા સંભાળે છે. રૂા.૧૦૦૦/- ના ગુણાંકમાં ગમે તેટલા ટિફિનનો લાભ લઈ શકાશે. વધુ વિગત માટે મો.૯૮૨૫૨ ૨૧૮૩૯નો સંપર્ક કરવો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા