ભારે વરસાદ બાદ સફાઇ, જંતુનાશક દવા છંટકાવ: રોગચાળાને નાથવા સહિતના કામો માટે ગ્રાન્ટ ફળવાય
ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ૧પ નગરપાલિકાઓને સહાય રુપ થવા ૩.૭૫ કરોડની ગ્રાન્ટ ફાળવણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત મ્યુનસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે સંવેદનશીલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા ગુજરાતનો ચોતરફથી વિકાસ થઇ રહ્યો છે. ત્યારે રાજયમાં છેલ્લા ઘણા દિવસથી અતિ ભારે વરસાદને કારણે ગુજરાતભરમાં અતિવૃષ્ટિનું વાતાવરણ સર્જાયું છે. અને આ વરસાદને કારણે ઠેર ઠેર ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ અને રાજય કક્ષાના શહેરી વિકાસ મંત્રી શંકરભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિને પહોંચી વળવા સંવેદનશીલ સરકાર કાર્યરત બની છે. ત્યારે રાજયની ૧પ થી વધુ નગરપાલિકાઓમાં ભારે નુકશાની થયેલ છે. જેમાં બનાસકાંઠા, મોરબી, સુ.નગર, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પાટણ તથા નવસારી જીલ્લાની આ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ નગરપાલિકાઓને સહાયરુપ થવા ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ‚ા ૩ કરોડ ૭૫ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.
આ અંતર્ગત વધુ માહીતી આપતા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ ગુજરાતમાં પડેલ ભારે વરસાદને કારણે રોગચાળો ન ફેલાય અને નાગરીકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓનમાં સફાઇ અભિયાન હાથ ધરી પગલા લેવા આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરી સફાઇ ઝુબેશ જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ભન કચરાનો નિકાલ, પીવાના શુઘ્ધ પાણીની વ્યવસ્થા અને વરસાદ પાણીના નિકાલ માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેમાં બનાસકાંઠા જીલ્લાની ધાનેરા નગરપાલિકામાં ‚ા ૭૫ લાખ, પાલનપુર નગરપાલિકાને ‚ા ૫૦ લાખ, થરાદ નગરપાલિકાને ૪૦ લાખ, મોરબી જીલ્લાની મોરબી નગરપાલિકાને ૩૦ લાખ, માળીયા મિયાણા નગરપાલિકાને ૩૦ લાખ,
સુરેન્દ્રનગર જીલ્લાની સુરેન્દ્રનગર નગરપાલિકાને ૧પ લાખ, ચોટીલા નગરપાલિકાને ૧પ લાખ, અરવલ્લી જીલ્લાની મોડાસા નગરપાલિકાને ૧પ લાખ, ગાંધીનગર જીલ્લાની દહેગામ નગરપાલિકાને ૧પ લાખ, કલોલ નગરપાલિકાને ૧પ લાખ, ખેડા જીલ્લાની મહુધા નગરપાલિકાને ૧પ લાખ, નડીયાદ નગરપાલિકાને ૧પ લાખ, પાટણ જીલ્લાની પાટણ નગરપાલિકાને ૧પ લાખ, રાધનપુર નગરપાલિકાને ૧પ લાખ, નવસારી જીલ્લાની નગરપાલિકાને ૧પ લાખ, આમ કુલ મળી ૩ કરોડ ૭૫ લાખ ફાળવવામાં આવેલ છે.
અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે સંવેદનીય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા બનાસકાંઠા તથા પાટણ જીલ્લા અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીને પહોંચી વળતા સતત રાજય સરકારની ટીમ કાર્યશ્રત છે. ત્યારે આ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો અટકાવવા માટે અને આરોગ્યપ્રદ પીવાના પાણીનો પુરવઠો પુરી પાડવા કલોરીન ટેબ્લેટ, બ્લીચીંગ પાવડર અને સ્વચ્છતા ઝુંબેશ શરુ કરવામાં આવેલ છે. ત્યારે આ નગરપાલિકાઓના વિકાસ માટે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરવિકાસ શ્રીનિધિ યોજના ના ફંડમાંથી આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.